તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Future Of Bhuj39s Sahajanand Institute Is In The Hands Of The Education Department 061032

ભુજની સહજાનંદ ઇન્સ્ટિટ્યુટનું ભાવિ શિક્ષણ વિભાગના હાથમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટે છાત્રાઅોના માસિક ધર્મની ચકાસણી મુદ્દે બંધ કવરમાં પોતાનો જવાબ કચ્છ યુનિ.ને મોકલતાં, યુનિ.અે શુક્રવારના રાજ્ય શિક્ષણ વિભાગને મોકલી અાપ્યો છે, જેથી ખુલાસા મુજબ સંસ્થાની માન્યતા રદ થશે કે, કેમ તેનો નિર્ણય હવે સરકાર દ્વારા લેવાશે.

માસિક ધર્મની ચકાસણીનો મુદ્દો અેક માસ સુધી શાંત રહ્યા બાદ તેમાં અચાનક વળાંક અાવ્યો હોય તેમ બુધવારે શિક્ષણ વિભાગની સુચનાથી કચ્છ યુનિ.અે સંસ્થાને શો-કોઝ નોટિસ પાઠવી, સંસ્થાની માન્યતા શું કામ રદ ન કરવી તે અંગેનો ખુલાસો 24 કલાકમાં કરવા જણાવ્યું હતું, ગુરુવારે મોડી સાંજે યુનિ.ના રજિસ્ટ્રારને બંધ કવરમાં જવાબ અાપ્યો હતો, જે શુક્રવારના તે બંધ કવર રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી અપાયો હતો. અા અંગે યુનિ.ના કુલપતિ દર્શનાબેન ધોળકિયાનો સંપર્ક સાધતા જણાવ્યું હતું કે, સંસ્થાનો ગુરુવારે મોડી સાંજે યુનિ.ના રજિસ્ટ્રારને બંધ કવરમાં મળેલો જવાબ શુક્રવારના મારા હાથમાં અાવ્યો હતો અને તે સ્થિતિમાં કવર રાજ્ય શિક્ષણ વિભાગને મોકલી અપાયો છે, જે જવાબના અાધારે શિક્ષણ વિભાગ દ્વારા સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ સામે પગલા ભરવામાં અાવશે.

કચ્છ યુનિ.અે બંધ કવરમાં જવાબ ઉચ્ચ કક્ષાઅે મોકલી અાપ્યો


અન્ય સમાચારો પણ છે...