• Gujarati News
  • National
  • Bhuj News The Forest Department Of The State Says Itself From Hunting To Danger 062124

રાજ્યનો વનવિભાગ ખુદ કહે છે, શિકારથી ઘોરાડ ખતરામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુનાઇટેડ નેશન્સ દ્વારા આયોજિત કન્વેનશન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ઓફ વાઈલ્ડ એનિમલના ગાંધીનગર ખાતે 15-22 ફેબ્રુઆરી સુધી યોજાનારા 129 દેશોના આંતરરાષ્ટ્રીય સંમેલન કોપ-13 પહેલા આ સંમેલનના લોગોમાં જે આંતરરાષ્ટ્રીયસ્તરે મહત્વનું પક્ષી છે,તે ઘોરાડ શિકારના કારણે ખતરામાં છે તેવી ગુજરાત રાજ્ય વનવિભાગની ટ્વિટથી ભારે ચર્ચાનો વિષય સર્જાયો છે.

વિશ્વમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે ઘોરાડ પક્ષીની પ્રજાતિ ભારત રાજસ્થાનને બાદ કરતા ગુજરાતના કચ્છમાં આંગળીના વેઢે ગણાય એટલા બચ્યા છે.ત્યારે સોમવારે ગુજરાત વનવિભાગના આધિકારિક ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી હતી.જેમાં લખ્યું છે કે,’ભારતના ઘાસિયા મેદાનમાં ઊડનારા પક્ષીઓમાં સૌથી ભારે એવું ઘોરાડ શિકાર અને વીજલાઇન થકી ખતરામાં છે.

જો કે સીએમએસમાં સ્થાન મળતા વધુ પડતી ગાઇડલાઇન અને સંરક્ષણ પદ્ધતિથી તેની સતત ઘટતી જતી વસ્તી રોકી શકાશે’. ભારતમાં ખતરામાં છે તેમ લખતા શું એમ સાબિત થાય છે કે,જે ઘોરાડ વર્ષ 2007 માં કચ્છમાં 48 હતા તે આજે 13 વર્ષ બાદ માત્ર 6 બચ્યા છે. તેમાં શિકાર પણ
મહત્વનો મુદ્દો છે ?

ગાંધીનગર ખાતે આયોજિત ઘોરાડના મહોરા સાથેનું આ સંમેલન તેને વૈશ્વિક ઓળખ આપશે.આ દરમ્યાન જે પક્ષીઓ વિવિધ દેશોમાં સ્થળાંતરિત થતા હોય છે,તેના સંરક્ષણ અર્થે સ્થળાંતર પ્રજાતિ સંરક્ષણ પર કરાર થશે.અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે,ઘોરાડ ભારતમાંથી પાકિસ્તાન તરફ પણ જાય છે,એટલે તેને સ્થળાંતરણ સમયે રક્ષણ મળશે. જો કે આ અગાઉ બન્નીના ઘાસિયા મેદાનમાં મેકિનના ઘોરાડ એટલે મેકવીન બસ્ટાર્ડના શિકારના કિસ્સા આજરી લોકમુખે સાંભળવા મળે છે,તેને ક્યાંકને ક્યાંક ખુદ વનતંત્રએ સમર્થન આપી દીધું છે.

કચ્છથી વેળાવદર સુધી નર ઘોરાડની શોધાખોળ
અન્ય સમાચારો પણ છે...