તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જખાૈ દરિયામાં માછીમારને પક્ષઘાતનો હુમલો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જખાૈના દરિયામાં બોટથી માછીમારી કરવા ગયેલા પિતા-પુત્રો પૈકી પિતાને પક્ષઘાતનો હુમલો થતાં નિ:સહાય પુત્રઅે પોલીસની મદદ માંગતાં જખાૈ મરિન પોલીસે તાત્કાલિક માછીમારોની મદદ દોડીને માછીમારને જેટી પર લઇ અાવી જીવ બચાવી સરાહનીય કામગીરી હાથ ધરી હતી.

જખાૈ બંદરે રહેતા અને હલદેવી બોટના ખલાસી હારૂન બુડા કોલી અને તેમનો પુત્ર ભીમજી હારૂન કોલી સોમવારે બપોરે દરિયામાં માછીમારી કરવા ગયા હતા. દરમિયાન શેખરણપીર નિર્જન ટાપુ પર માછી મારી કરતા હતા ત્યારે હારૂન બુડા કોલી (ઉ.વ.50)ને અચાનક પક્ષઘાતનો હુમલો થતાં તે બેહોશ થઇ ગયા હતા. જેથી પુત્ર ભીમજી ભારે મુંજવણમાં મુકાયો હતો જો કે સદનસીબે તેની પાસે રહેલા મોબાઇલથી

સિંધોડી ગામના કોલી આગેવાન અધાભાઈને ફોન કરીને પોતાના પિતાને પક્ષઘાત થયો હોવાની જાણ કરતાં અને મદદની વાત કરતાં અધાભાઇઅે તુરંત જખાૈ મરિન પોલીસ મથકના પીઅાઇ વી.કે.ખાંટને બનાવથી વાકેફ કર્યા હતા. પોલીસ ટુકડીઅે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મરીન પોલીસની બોટથી શેખરણપીર પહોંચી હારૂન કોલી અને તેના પુત્રને બોટમાં જખૌ કાંઠે લઇ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...