તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘એક કદમ સ્વચ્છતા કી ઓર’, પહેલું પગલું સુધરાઇ ભરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક શહેરોમાં કામગીરી થાય છે. ક્યાંક સ્વચ્છતા ધ્યાનાકર્ષક છે, તો ક્યાંક ગંદકી ધ્યાન ખેંચે છે. ભુજ શહેરની વાત કરીએ તો નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં સફાઈ તો કરે છે, પણ પહોંચી ન વળતી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. સફાઈ કામદારો પણ અધિકારીઓ, નગર સેવકો કે સુધરાઈના લાગતા વળગતાના ઘરો સાચવી લે છે. બાકી લાપસીમાં લીટા જેવો તાલ છે. સુધરાઈની પોતાની મિલકત પણ ચોખાઈથી જોજનો દુર છે. ઓલ્ફ્રેડ હાઇસ્કુલ સામે આવેલી મુતરડી પર એક તરફ સ્વચ્છતાના સંદેશ આપતા સૂત્રો લખ્યા છે, તો બાજુમાં જ હદ્દ બહારની ગંદકી દેખાય છે. ભુજને સાફ અને સ્વચ્છ રાખવાની જવાબદારી જેની છે, તે સુધરાઇ સૌ પ્રથમ ઘરથી જ શરૂઆત કરે. દર વર્ષે લાખો રૂપિયા ભુજની સફાઇ માટે સુધરાઇ દ્વારા ઠેકેદારને આપવામાં આવે છે. જો વાસ્તવમાં સંપૂર્ણ રકમ સફાઇ માટે વાપરવામાં આવે તો ભુજ ચોખુ ચણક બની જાય. સફાઇ કામદારોની ટીમ નિયત સમય કરતા ઓવરટાઇમ કરતી હોવા છતાં પણ ગંદકી જો રહેતી હોય તો આ ઓવરટાઇમ માત્ર બિલ બનાવા પૂરતું જ નથીને ! તસવીર : પ્રકાશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...