તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News The First Premium Of 1 Thousand Weak Workers Will Be Filled By Donors 021136

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 હજાર નબળા શ્રમિકોનું પ્રથમ પ્રિમિયમ દાતાઓ દ્વારા ભરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ પેન્શન યોજના સરકાર દ્વારા અમલી કરાઇ છે. ત્યારે 1 હજાર નબળા શ્રમીકોનું પ્રથમ પ્રિમિયમ દાતાઓ દ્વારા ભરાશે તેવું આરટીઓની યાદીમાં જણાવાયું હતું. ભુજ અને ગાંધીધામની કચેરીએ તેમજ ટ્રક ઓનર્સ અેસો.ની માધાપર હાઇવે મધ્યે શ્રમીકો પોતાના આધાર પુરાવા અને પાસબુક રજુ કરી પોતાનું કાર્ડ કઢાવી શકશે.

આ અંગે આરટીઓ દીલીપ યાદવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત 1 હજાર શ્રમીકોનું પ્રથમ પ્રિમિય દાતાઓ ભરશે. આરટીઓ-ભુજ સ્ટાફ તરફથી 250 શ્રમીકોનું, 250 શ્રમીકોનું ભુજ પ્રતિનિધિ મંડળના ઉમર સમા, હિમાંશુ ગોર, દામજી આહીર અને સન્જુ રામાનુજ તરફથી, 250 શ્રમીકોનું ગાંધીધામ પ્રતિનિધિ મંડળના મુસાભાઇ સમા, રાજેશ કોટક, યોગેશ વેદાંત અને બી. એ. શાહ તરફથી તો 250 શ્રમીકોનું કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ નવઘણભાઇ આહીર તરફથી મળી કુલ 1 હજાર લોકોનું પ્રથમ પ્રિમિયમ ભરી અપાશે. ભુજ, ગાંધીધામની આરટીઓમાં અને ટ્રક ઓનર્સ એસો. કાર્યાલયે કાર્ડ બનાવી અપાશે. આ પૈકીના એક દાતાએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલું ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ ગતકડા કરવામાં આવ્યા છે. શ્રમીકનું પ્રથમ પ્રિમિયમ તો દાતાઓ શોધી ભરાવી દઇ કાર્ડ કઢાવી લેવાશે પણ પાછળના પ્રિમિયમ શ્રમિક ખુદ ભરશે કે નહીં તે કોઇને ખબર જ નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો