તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Examination Of 1595 Students Will Be Conducted In Gujarat At 8 Centers In Kutch 061120

કચ્છમાં 8 કેન્દ્રો ઉપર ગુજકેટના 1595 છાત્રો અાપશે પરીક્ષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજકેટ અેટલે કે ગુજરાત કોમન અેન્ટ્રન્સ ટેસ્ટની 26મી અેપ્રિલે પરીક્ષા લેવાશે, જેમાં કચ્છમાં 8 કેન્દ્રો ઉપર 1595 છાત્રો પરીક્ષા અાપશે.વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે ઈજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાતી હોય છે. કચ્છ જિલ્લામાં ભુજ શહેરની અોલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, વી. ડી. હાઈસ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ ઈન્ગ્લીશ સ્કૂલ અને સ્વામી નારાયણ વિદ્યાલય સહિત 8 કેન્દ્ર ઉપર પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં અાવી છે. કચ્છ જિલ્લામાંથી 1595 છાત્રો પરીક્ષા અાપવાના છે. પરીક્ષાનો સમય સવારે 9.30થી સાંજે 4 વાગ્યા સુધીનો રાખવામાં અાવ્યો છે, જેમાં 3 સેશનમાં પેપર લેવાશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અે માટે શિક્ષણ વિભાગ દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં અાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...