તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જી.કે.માં સારવાર લઇ રહેલા વૃદ્ધોની કોઇ પુછા નથી કરતું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સંતાનોને મોટા કરી પરણાવી દીધા બાદ પોતાના માવિતરોની પુછા પણ નથી કરતા તેવા અનેક બનાવો સામે આવી ચુકયા છે. તો બિમાર પડેલા વૃદ્ધોને હોસ્પિટલ મુકી દીધા બાદ તેની કાળજી પણ લેતા નથી. શહેરની જી. કે. જનરલ હોસ્પિટલમાં દર સપ્તાહે બેથી ત્રણ વૃદ્ધ દર્દી એવા જોવા મળે છે જેમની કોઇ પુછા કરવા વાળુ પણ નથી હોતું. હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમની થાય તેટલી સારવાર કરાય છે પણ કાળજી તો પરીવારજનોએ કરવાની હોય છે. મહિનાઓ સુધી ખાટલા પર પડયા રહેતા વૃદ્ધોની કોઇ પુછા કરતો ન હોવાથી સંસ્થાઓ આગળ આવે તે સમયની માંગ છે.

વૃદ્ધ માતા-પિતાની ચિંતા કર્યા વગર તેમને હોસ્પિટલે સારવાર માટે મુકી ચાલ્યા જવાના અનેક કિસ્સા સામે આવી ચુકયા છે. ગત મહિને જ ભુજના એક પરીવારના વૃદ્ધા બેથી ત્રણ માસ સુધી જી.કે.માં સારવાર લઇ રહ્યા હતા અને અંતે તે મોતને ભેટયા હતા. મોત થયું હોવાના સમાચાર મળ્યા બાદ પરીવારજનો જી.કે. પહોંચી આવ્યા હતા. તો અમુક વૃદ્ધો સારવાર લઇ રહ્યા હોય છે તેમની કોઇ કાળજી પણ લેતું નથી. અમુક સંસ્થાઓ દ્વારા સેલ્ટર હોમ બનાવાયા છે તેમાં આ વૃદ્ધોને લઇ જઇ કાળજી કરાય તે જરૂરી બન્યું છે. સંસ્થાઓ દ્વારા શેલ્ટર હોમ બનાવાય છે જેમાં આવા વૃદ્ધોની સારવાર થયા બાદ કાળજી લેવાય તો હોસ્પિટલમાં હેરાન થવું ન પડે. હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં એકાદ દર્દી તો એવા જોવા મળે છે જેમને પોતાના પરિવારજનો સારવાર માટે મુકી ચાલ્યા ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

તો અમુક કિસ્સામાં વૃદ્ધાના સંતાન હોતા નથી પણ ભાઇ-બહેન કે તેમના દિકરા-દિકરી પણ પુછા કરતા નથી માત્ર સારવાર માટે મુકીને ચાલ્યા જાય છે.

એકાદ માસથી કોઇ પરિજન કે સગા-સબંધી પુછા કરવા નથી આવ્યા
છેલ્લા એકાદ માસથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના બર્ન વિભાગમાં સારવાર લઇ રહેલા માંડવીના 67 વર્ષીય વૃદ્ધ અજીતગીરી અતેવારગીરીના સગા સબંધીઓ કે પરીવારજનો પુછા કરવા નથી આવ્યા. એકાદ માસ પૂર્વે દાઝી ગયા હોવાથી તેમને જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા ત્યાં તેમની હાલત અત્યંત નાજુક હતી બાદમાં કાળજી લેવાવાળુ કોઇ ન હોવાથી દિવસે દિવસે હાલત ખરાબ થઇ રહી છે. આવા વૃદ્ધો અનેક વિભાગમાં જોવા મળે તેમ છે.

નખત્રાણાના વૃદ્ધાને સગાઓ જી.કે.માં મુકી ચાલ્યા ગયા
જી.કે.માં સર્જરી વિભાગમાં સારવાર માટે લઇ રહેલા 75 વર્ષીય સોનબાઇ સુમાર કોલી મુળ નખત્રાણાના રહેવાસી છે. તેમના માટે પરિજનોમાં કોઇ જીવતું છે જ નહીં તેમ રટણ કરી રહ્યા છે. તો સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ એકાદ માસ અગાઉ તેમના પરીજનોમાંથી કોઇ સબંધી તેમને સારવાર માટે જી.કે.માં લઇ આવ્યા બાદ ચાલ્યા ગયા છે. કાળજી ન લેવાતા શરીરની હાલત દિવસા દિવસ બદતર બની રહી છે. સંસ્થા દ્વારા આવા વૃદ્ધોની કાળજી લેવાય તો તેમની હાલત સુધરી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો