મોખા ટોલનાકા પાસે ટ્રેઇલર ઉથલતાં ચાલકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના મોખા ટોલનાકા નજીક ટ્રેઇલર પલ્ટી મારી જવાના બનાવમાં ગંભીર રીતે ઘાવાયેલા ચાલકનું સારવાર દરમિયાન શનિવારે મોત નિપજ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અકસ્માતનો બનાવ શુક્રવારે પરોઢેના ત્રણ વાગ્યાના અરસમાં બન્યો હતો. ટ્રેઇલર જી.જે.12 વાય 8277 પલ્ટી મારી જતાં જેમા માથાના ભાગે ગંભીર ઇજાઅો થવાના કારણે ટ્રેઇલર ચાલક નારણસિંહ પૂનમસિંહ રાવત (ઉ.વ.33) રહે રાજસ્થાનના થાનગઢના માલા કરચોડાને સારવાર માટે ભુજ જી.કે.માં દાખલ કરાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાતાં શનિવારે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું મુન્દ્રા મરિન પોલીસે બનાવની નોંધ લઇને અાગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...