તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News The District Level Republic Day Celebration Will Be Celebrated In Mundra 062026

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રામાં જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ શાનદાર રીતે ઉજવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
26 જાન્યુઅારીઅે મુન્દ્રામાં જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાશે જેમાં પ્રભારીમંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરાશે. ઉજવણીની અાગોતરી તૈયારી માટે મુન્દ્રામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અાયોજિત બેઠકમાં રૂપરેખા ઘડી કઢાઇ હતી. કલેકટર પ્રવીણા ડી.કે.એ પર્વની ઉજવણી સંદર્ભે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો અનુસંધાને શિક્ષણ વિભાગને, ફલેગમાર્ચ અને પરેડની તૈયારી માટે પોલીસતંત્રને નિર્દેશો આપ્યાં હતા. આ ઉપરાંત પીજીવીસીએલ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સંકલિત બાળ વિકાસ વિભાગ, વાસ્મો, ખેતીવાડી, આરોગ્ય, પશુપાલન, જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ, સહિતના ટેબ્લોની ઝાંખી રજૂ કરવા સૂચના આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ લોકો ઉત્સાહભેર ભાગ લે તે સાથે વિભાગવાર વિશિષ્ટ કામગીરી માટે સન્માનોની સંખ્યા નિયંત્રિત કરી એવોર્ડનું ગૌરવ જાળવવા ઉપર ભાર મૂકયો હતો. અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ મંત્રીના હસ્તે સન્માનપત્ર માટે દરેક વિભાગોને તા. 15/1 સુધીમાં વિશિષ્ટ કામગીરી કરનારાઓની વિગતો મોકલવા સુચના અાપી હતી. પશ્ચિમ વિભાગના ડીવાયએસપી બી.એમ.દેસાઇએ પોલીસ વિભાગના મહિલા અને પુરૂષ પ્લાટુન, એન.સી.સી. સહિત એસ.પી.સી. ગૃહરક્ષક દળની પરેડની વ્યવસ્થા વગેરે અંગેની વિગતો આપી હતી. પ્રજાસતાક પર્વની તૈયારીઓની આખરી ચકાસણી માટે તા. 24મી જાન્યુઆરીએ ગ્રાઉન્ડ રીહર્સલ પણ યોજાશે.આ બેઠકમાં પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર અમૃત ગુરવા, ડીઆઇસીના કે.પી.ડેર, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એમ.પ્રજાપતિ, ડો. કે.જી.બ્રહ્મક્ષત્રિય, ડી.સી.કટારીયા, જાવેદ મુજાવર, ડો. કુરમી, ડીઇપીઓ સંજય પરમાર, નાયબ મામલતદાર મહાવીરસિંહ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો