તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધામય સમય વચ્ચે કંડલામાં આવેલું દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ એક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પર્ધામય સમય વચ્ચે કંડલામાં આવેલું દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ એક તરફ મુન્દ્રા સહિતના પોર્ટ સાથે તીવ્ર સ્પર્ધા કરી રહ્યું છે ત્યારે કંડલાની સમીપે જ ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા એક ખાનગી એકમને નવું પોર્ટ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવતા કંડલા જેવા પોર્ટ પર નભતા પોર્ટ યુઝર્સમાં ચકચાર ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ ગુજરાત મેરિટાઈમ બોર્ડે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના વિસ્તારથી એકદમ નજીક મીઠીરોહર ગામ પાસે આહીર

...અનુસંધાન પાના નં. 11સોલ્ટને નવી જેટી બનાવવાની પરવાનગી આપી છે. કંડલા પોર્ટનું સંચાલન કરતા દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના વિરોધ છતાં આ મંજૂરી આપવામાં આવતા કંડલા સાથે સંકળાયેલા હજારો લોકો પર ભવિષ્યમાં તેની અવળી અસર પડે એવી આશંકા વ્યક્ત થઇ રહી છે.

દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ સાથે સંકળાયેલા સુત્રોના કહેવા મુજબ ડીપીટી દ્વારા આ વાતનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં ગુજરાત મેરિટાઈમ બોર્ડે પોતાની મનમાની ચલાવીને આ મંજૂરી આપી છે.

દરમિયાન આ મામલે આહીર સોલ્ટનો સંપર્ક સાધવામાં આવતા તેમણે એવું કહ્યું હતું કે રાજાશાહીના વખતમાં આ જેટી હતી અને અમે તો તેને પુનર્જિવિત કરી રહ્યા છીએ. વળી આ માટેની તમામ મંજૂરી પણ ગુજરાત મેરિટાઈમ બોર્ડ તરફથી અમને મળી છે અને આમાં અમે કાઈ જ ગેરકાયદેસર નથી કરતા.

અન્ય સમાચારો પણ છે...