તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીના આધેડનો ભારાપરની સગીરા પર દુષ્કર્મ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીના નિલકંઠનગરમાં રહેતા એક આધેડે તાલુકાના ભારાપર ગામની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેતાં આરોપી સામે માંડવી પોલીસ મથકે દુષ્કર્મ ઉપરાંત એટ્રોસીટી એકટ સહિતની કલમ તળે ગુનો નોંધી પોલીસે તપાસના દોરને આગળ ધપાવી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભારાપરમાં રહેતી પિડીત સગીરાના કાકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ માંડવીના નિલકંઠનગરમાં રહેતા નાનજી કરશન ગાજપરિયા નામના શખસે પૈસા આપવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અવારનવાર શરીરસબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર આ શખસ પાછલા 7 માસ કરતા વધુ સમયથી આ સગીરા સાથે દુષ્કર્મ ગુજારતો હતો. માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા સાથે એટ્રોસીટી એકટ તળે ગુનો દાખલ થતાં એસ.સી એસ.ટી સેલના નાયબ પોલીસ અધિક્ષકે પણ તપાસનો દોર સંભાળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો