• Gujarati News
  • National
  • Bhuj News The Crime Against Four Mahalaxmi Workers Including The Principal Of Sahajanand Insti 062036

સહજાનંદ ઇન્સ્ટિ.ના પ્રિન્સિપાલ સહિત ચાર મહિલાકર્મી સામે નોંધાયો ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મને લઈને છાત્રાઅો સાથે શારિરીક પરિક્ષણના બનાવને લઇને રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો, અા કેસમાં મહિલા અાયોગ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસને તપાસનો રિપોર્ટ અાપવાની માંગ કરતાં અે ડિવિઝન પોલીસ હરકતમાં અાવી હતી અને સહજાનંદ ઇન્સ્ટિટ્યુટના મહિલા પ્રિન્સિપાલ, કોઅોર્ડિનેટર, સુપરવાઇઝર અને પીયુન સહિત ચાર જણાઅો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ચકચારી ઘટનાને લઇને મહિલા અાયોગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ અાપવાની માંગ કરતાં શુક્રવારે સવારે અે ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહિતનો સ્ટાફ મહિલા કોલેજમાં પહોંચી ગયો હતો. ભોગ બનનાર યુવતીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ અેક ભોગ બનનાર યુવતીઅે અે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન રાણીંગા, કોઅોર્ડિનેટર અનિતાબેન, પીયુન નયનાબેન અને સુપરવાઇઝર રમીલાબેન સહિતનાઅોઅે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઅો સાથે માસિક ધર્મની ચકાસણી કરવા માટે બળજબરી પુર્વક કપડાં કઢાવી તેમજ અન્ય સહાધ્યાયીઓ માસિક ધર્મમાં છે કે નહીં તે ચકાસણી કરી હતી. તેમજ આરોપીઓએ અેવી ધમકી અાપી હતી કે, અા બાબતે કોઇને ફરિયાદ કરી છે તો, કોલેજમાંથી કાઢી મુકવામાં અાવશે અને ભોગ બનનારી યુવતીઅો પાસેથી અા અંગે ક્યાંય કાર્યવાહી કરશુ નહીં તેવું લખાવી લીધું હતું. ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી પોલીસે અારોપી ચાર મહિલાઅો સામે અાઇપીસી કલમ 384, 506, 355, 104 અને 114 મુજબ ગુનો નોંધીને અાગળની તપાસ મહિલા પીએસઆઈ લગધીરકાબેને હાથ ધરી છે.

ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત મહિલા કોલેજની ચકચારી ઘટનામાં
અન્ય સમાચારો પણ છે...