ગાળો અાપવા મુદે દંપતિને ત્રણ શખ્સે ધોકાવી નાખ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ ભાગોળે જીઆઇડીસી વિસ્તારના સંજયનગરીમાં ગાળો અાપવા મુદે દંપતિને ત્રણ યુવકોઅે માર મારતાં સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હતા.

જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં સંજયનગરીમાં રહેતા જમનાબેન કનૈયાભાઇ ચમનભાઇ વાલ્મિકી (ઉ.વ.28)અે અેમઅેલસીમાં જણાવ્યું હતું કે, માર મારવાનો બનાવ શનિવારે બપોરે અઢી વાય્યાના અરસામાં તેમના ઘર પાસે બન્યો હતો. તેમના પતિ કનૈયાભાઇ કોઇ બીજા સાથે ફોનમાં વાત કરતાં ગાળો બોલી રહયા હતા ત્યારે બાજુમાં ઉભેલા રાકેશ વાલ્મિકી, મુકેશ વાલ્મિકી તથા શીવો વાલ્મિકી સહિત ત્રણ જણે કનૈયાભાઇને ગોળો કેમ અાપો છો કહી માર માર્યો હતો. જ્યારે જમનાબેન વચ્ચે પડતાં તેમને પણ ત્રણ જણાઅોઅે માર મારતાં બન્ને જણાઅો સારવાર માટે જી.કે.માં દાખલ થયા હતા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે. લોકડાઉન વચ્ચે પણ મારામારીનો બનાવ બનતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી ધાક બેસાડતી કાર્યવાહી કરવી જરૂરી બની છે.

ભુજની સંજયનગરીમાં બની ઘટના
અન્ય સમાચારો પણ છે...