• Gujarati News
  • National
  • Bhuj News The Construction Of Barbed Wire In Kachchh Farms Has Been Closed For Two Years 061133

કચ્છના ખેતરોમાં બે વર્ષથી કાંટાળી તાર બાંધવાની કામગીરી સદંતર બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટેની કામગીરી બંધ કરી દેવાતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કચ્છમાં ખેડૂતો દ્વારા લેવાયેલો ઉભો પાક નીલગાય, સુવર સહિત અન્ય જાનવરો ચરી જતા હોય છે જેથી ખેડૂતોઅે પોતાના પાકને બચાવવા માટે રાત-દિવસ અેક કરવી પડે છે. ખેડૂતોને મદદરૂપ બનવા માટે તેમના પાકના રક્ષણ માટે કાંટાળી તારની વાડ માટેની યોજના અમલમાં મૂકી હતી અને તેની કામગીરી પ્રથમ

...અનુસંધાન પાનાનં.4

વર્તમાન સ્થિતિઅે 10 હેક્ટરની મર્યાદા


વર્ષ-2016માં અા કામગીરી વન વિભાગ પાસે હતી ત્યારે કોઇ મર્યાદા ન હતી અને વ્યક્તિગત રીતે અરજી મંજૂર કરવામાં અાવતી હતી. ત્યારબાદ 75 હેક્ટરની મર્યાદા કરીને ગ્રૂપમાં અેકથી વધુ ખેડૂતોના બાજુ-બાજુમાં અાવેલા ખેતરોને અા યોજના હેઠળ અાવરી લેવાનું નક્કી થયું હતું અને તે જૂથમાં આવરી લેવાયેલા ખેડૂતોને યોજના અન્વયે સહાય અપાઇ હતી. જેમાં સફળતા ન સાંપડતા, ત્યારબાદ 50, 30, 20 અને હાલમાં 10 હેક્ટરની મર્યાદા નિર્ધારીત કરવામાં અાવી છે.


ખેતરની ફરતે તાર લગાવવા ઇચ્છુક ખેડૂતો યોજનાના લાભથી વંચિત

2017-18માં મળેલી અરજી

કુલ પાત્ર અપાત્ર મંજૂર રદ

936 265 392 171 52

2018-19માં મળેલી અરજી

કુલ પાત્ર અપાત્ર મંજૂર રદ

298 14 39 0 1

હેક્ટરની મર્યાદાના કારણે 2017-18ની સામે 2018-19માં આ યોજના અન્વયે ઓછી માત્રામાં ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી.

ખેડૂતોના જૂથની તરકીબ શું કામ નિષ્ફળ રહી ?

અા યોજનામાં અેસ.સી.,અેસ.ટી. જાતિને 80 ટકા અને અન્યને 50 ટકા સબસિડી અપાય છે. અગાઉ અાસપાસના ખેડૂતોના જૂથ બનાવીને કામગીરી કરાતી હતી, જેથી અા જૂથમાં તમામ અેસ.સી., અેસ.ટી.અથવા અન્ય લોકોને સમાવી લેવા તે અશક્ય હતું. તો વળી કામગીરીમાં સબસિડી અંગેનો વિવાદ ઉભો થતાં અા યોજના સફળ થઇ ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...