તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News The Company39s Engineer Was Attacked By 15 Persons Including Saripala Of Worli 061647

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાવડા સીમમાં કંપનીના ઇન્જીનીયર પર વરલીના સરપંચ સહિત 15 જણાનો હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના થરાવડા ગામની સીમમાં લાગેલા કંપનીના ટાવરમાં કામ કરી રહેલા ઇન્જીનીયર સહિત બે જણાઅો સાથે બોલાચાલી કરીને વરલી ગામના સરપંચ સાથે દસથી પંદર જણાના ટોળાઅે ધોકા અને પથ્થરથી માર મારતાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે.

બનાવ સંદર્ભે જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં માધાપર કૃતિપાવા પ્રોજેક્ટમાં ઇન્જીનીયર તરીકે નોકરી કરતા અને ભુજોડી વર્ધમાનનગરમાં રહેતા ક્રિષ્નકાંત તુલસી યાદવ (ઉ.વ.59)અે અેમઅેલસી નોંધાવી હતી કે, હુમલાનો બનાવ શુક્રવારે બપોરે અેક વાગ્યાના અરસામાં થરાવડા ગામની સીમમાં અાવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બન્યો હતો. તેઅો અને તેમની સાથે અર્જુનસિંહ સીધરાજસિંહ જાડેજા (ઉ.વ.23) કંપનીના ટાવરમાં કામ કરી રહ્યા હતા ત્યારે વરલી ગામના સરપંચ બાબુભાઇ અાહિર તથા લાલજીભાઇ લાખુ અાહિર તેમજ તેમની સાથે 10થી 15 જણાઅો અાવીને કામ બંધ કરવા બાબતે બોલાચાલી કરીને બન્ને જણાઅોને સળીયાથી છાતીના ભાગે તેમજ ધોકા પધ્ધરથી માર મારી ઇજા પહોંચાડી હતી. બન્ને ઇજા ગ્રસ્તોને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં મુકેશભાઇ વિશનજીભાઇ ચાૈહાણે દાખલ કરાવ્યા હતા. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇને અાગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાઅે હાથ ધરી છે.

15 જણાઅો અાવીને કામ બંધ કરવા બાબતે બોલાચાલી કરીને બન્ને જણાઅોને સળીયાથી છાતીના ભાગે તેમજ ધોકા પધ્ધરથી માર મારી ઇજા પહોંચાડી હતી. બન્ને ઇજા ગ્રસ્તોને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં મુકેશભાઇ વિશનજીભાઇ ચાૈહાણે દાખલ કરાવ્યા હતા. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇને અાગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાઅે હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો