તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News The Caravan Of The Third Class Employees Who Have Been Charged For The Second Class In Charge 025640

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજા વર્ગના ઈનચાર્જ બજાવી દેવાયેલા ત્રીજા વર્ગના કર્મીઓના કારસ્તાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકના શિક્ષણ વિભાગમાં પણ ગેરરીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે, જેમાં લખપત તાલુકાની મદદનીશ શિક્ષકાનો 9 વર્ષથી ઉચ્ચતર પગાર ધોરણનો કેસ દબાવી દેવાયો છે, પરંતુ એ પછીના કેટલાય શિક્ષકોને લાગવગથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાવી દેવાયો છે. જે બાબતે વારંવાર રજુઆત કરવા છતાં ચાડી ચામડીના તંત્રે સંવેદના પણ જાગી નથી.

દયાપર પ્રાથમિક કન્યા શાળામાં લતાબેન એમ. પરમાર મદદનીશ શિક્ષકા તરીકે ફરજ બજાવે છે. જેમણ 2018ની 8મી ફેબ્રુઆરીના સી. સી. સી.ની પરીક્ષા પણ પાસ કરી દીધી છે. જેમણે સી. સી. સી. પરીક્ષા પાસ કર્યા બાદ તાલુકા પંચાયતના શિક્ષણ વિભાગમાં જરૂરી પ્રમાણપત્રો જમા કરાવીને ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત પણ કરી છે. આમ છતાં 1999ની 9મી જાન્યુઆરીએ ખાતમાં દાખલ થયેલા મદદનીશ શિક્ષિકાની સર્વિસ બૂકના 9 વર્ષમાં ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત લખપત તાલુકા પંચાયત તરફથી જિલ્લા કક્ષાએ દરખાસ્ત મૂકવામાં આવી નથી અને ઈરાદાપૂર્વક દબાવી દેવાઈ છે. બીજી બાજુ મદદનીશ શિક્ષિકાના લતાબેનથી પાછળ સી. સી. સી. પરીક્ષા પાસ કરી હોય એવા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તની કાર્યવાહી અંગત રસ લઈને પૂરી કરી દેવાઈ છે. જે બાબતે તેમણે 2019ની 5મી ફેબ્રુઆરીએ તાલુકા પંચાયતના પ્રમુખને સાથે રાખીને રજુઆત કરી હતી, પરંતુ બાળકોના શિક્ષણના ભોગે વહીવટમાં બેસાડી દેવાયેલા ત્રીજા વર્ગના શિક્ષકોએ તાલુકા પંચાયતના પ્રમુખને જવાબ આપ્યો હતો કે અમને આ કેસમાં કંઈ આવડતું નથી. આ કેસમાં અમને ફાવતું નથી. નવાઈની વાત એ છે કે, આવો ઉડાઉ જવાબ આપનારા શિક્ષકો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેથી પ્રશ્ન થાય છે કે, ભ્રષ્ટ અને ગેરરીતિ વિના કામ ન કરતા સરકારી તંત્રમાંથી શિક્ષણ પણ અભડાઈ ગયું છે કે શું.

દયાપરની મ. શિક્ષિકાનો 9 વર્ષનો ઉચ્ચતર પગાર ધોરણનો કેસ દબાવી દેવાયો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો