તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ બોર્ડર વિંગનો મેજર 1,800ની લાંચ લેતા ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજમાં આવેલી બોર્ડર વીંગ બી કંપનીની બટાલિયન નંબર 2ના હવાલદાર મેજર પોતાના તાબાના જવાન પાસેથી લાંચના 1,800 રૂપિયા લેતાં અેસીબીના છટકામાં રંગે હાથે પકડાઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બોર્ડર વિંગ બી કંપનીની બટાલીયાન-2ના હવાલદાર મેજર ખેંગારજી ગંભીરસિંહ સોઢાઅે તેમના તાબાના અેક જવાન 6 દિવસની રજા પર ઉતર્યો હતો. રજા બાદ અા જવાનને ફરજ પર હાજર ગણવા તેમજ અન્ય રજાની માંણી સમયે હેરાન ન કરવા સબબ મેજર સોઢાઅે 1800 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

જે અંગે જવાને લાંચ રૂશ્વત બ્યુરો પશ્ચિમ કચ્છ સમક્ષ ફરિયાદ અાપતાં ભુજના હરીપર રોડ પર આવેલી સીટી પોલીસ લાઈનની બોર્ડર વિંગ જવાન બેરેક ખાતે એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ એસીબીએ આ સફળ છટકું ગોઠવ્યું હતું.જેમાં સોઢા જવાન પાસેથી નાણાંની માંગણી કરી સ્વીકારતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. બોર્ડર વિંગમાં થતો ભ્રષ્ટાચાર સામે અાવ્યો જ છે ત્યારે અગર જો તેની જીણવટભરી તપાસ કરવામાં અાવે તો, બહુ મોટા ભ્રષ્ટાચારનું કાૈભાન્ડ બહાર અાવે તેમ છે, સુત્રોના જણાવ્યા પ્રમાણે જે અાઇ સી જેલ ખાતેના તેમજ અન્ય કંપનીઅોમાંથી દર મહિને મોટા હત્તા ઉઘરાવીને અેક પ્લાટુન કમાન્ડર મારફતે ભુજ બટાલીયનના વડા સુધી પહોંચતા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. અા કેસની સંપૂર્ણ તપાસ તટસ્થ થાય તો, ઘણુ બધું બહાર અાવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો