તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભચાઉ પ્રજાપતિ સમાજે તેજસ્વી વિદ્યાર્થીઅોને સન્માનિત કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ પ્રજાપતિ સમાજ દ્વારા જ્ઞાતિના તેજસ્વી તારલાઅોને સન્માનવા માટેનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઇ ગયો.

સમાજવાડી મધ્યે મહિલા મંડળ દ્વારા દિપ પ્રાગટ્ય કરી સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દિકરીઓઅે સ્વાગત ગીત રજુ કર્યું હતું તો બહેનોઅે રાસ-ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. અા પ્રસંગે ધોરણ 5 થી 12 તેમજ કોલેજના તેજસ્વી તારલાઓને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મોહન નાથાણી, પ્રવિણ નાથાણી, કિશોર ભલાણી, ઇશ્વર ઓઝા, સમાજના પ્રમુખ હરીભાઇ વારૈયા સહિતના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઅોને પ્રોત્સાહિત કર્યા હતા. અાયોજનમાં મહિલા મંડળના પ્રમુખ ડાઇબેન આડેસરા તેમજ તેમની ટીમના સદસ્ય બહેનો એ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...