તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 વચનામૃત આમંત્રણ રથનું અાજે આગમન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત ગ્રંથનો બહુ જ મહિમા છે. નવેમ્બર માસમાં વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવનું આયોજન થયેલું છે જેની આમંત્રણ પત્રિકા ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગત આદી સંતોના માર્ગદર્શન હેઠળ

સમગ્ર કચ્છમાં આમંત્રણ રથથી આપવામાં આવેલી હતી. અા 4 રથનું આગમન અાજે 29/9 રવિવારના રોજ બપોરે 3:30 કલાકે થશે. અા શોભાયાત્રા કેન્સન મોટર્સ પાસેથી કોમર્સ કોલેજ, લાલન કોલેજ થઇ ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરે પહોચશે.

સત્સંગી-હરિભક્તોને કથા તેમજ સંતોના આશીર્વચનનો લાભ મળશે. ભુજની ધર્મપ્રેમી જનતાને આ વચનામૃત રથ આગમન મહોત્સવમાં પધારવા ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...