• Gujarati News
  • National
  • Bhuj News The Arrest Of Both The Accused In The Case Of The Saradha Abhiyan Expose Of Sarva Shiksha Abhiyan 060624

સર્વ શિક્ષા અભિયાનના ઉચાપત કેસના બન્ને આરોપીની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જિલ્લા પંચાયતની સર્વ શિક્ષા અભિયાન કચેરીના સરકારી ગ્રાન્ટમાંથી 54,57 લાખની ઉચાપત કરી જનારા પૂર્વ હીશાબી અધિકારી કલ્પેશકુમાર પરસોતમદાસ પટેલ અને જેન્ડર કોઅોર્ડિનેટર લીલાબેન અરવિંદભાઇ ભોઇની શુક્રવારે અે ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે તો અા કેસમાં સંડોવાયેલા અન્ય અારોપીઅોને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

અે ડિવિઝન પોલીસ મથકના પીઅાઇ અે.અેલ.મહેતાના જણાવ્યા પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રોજેક્ટ કો. અોર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયકુમાર બબાભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદને પગલે અડધા કરોડની ઉચાપત જેવા ગંભીર કિસ્સાને ધ્યાને લઇ અે ડિવિઝન પોલીસ સતર્ક બની હતી અને અા સમગ્ર કાૈભાન્ડના મુખ્ય અારોપી કલ્પેશ પટેલ હાલ સર્વ શિક્ષા અભિયાન જામનગર ખાતે ફરજ પર હોવાની જાણ થતાં પોલીસ કાફલો અારોપીને ઝડપી લેવા ગુરૂવારે જામનગર પહોંચ્યો હતો તો બીજી ટીમ મહિલા અારોપી લીબાબેન ભોઇને પકડવા પહોંચી હતી બન્ને અારોપીઅોની અટકાયત કરીને કરી ભુજ લઇ અાવ્યા હતા. વિધીવત ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

તો અા કેસમાં અારોપી કલ્પેશકુમાર પરસોત્તમદાસ પટેલ અને અન્ય કોના કોના ખાતામાં રોકડ જમા કરાવી છે અને અન્ય કેટલા અા કાૈભાન્ડમાં સંડોવાયેલા છે તે સહિતની જીણવટ ભરી તપાસ હાથ ધરાઇ રહી છે. તપાસમાં બહાર અાવે તેઅો સામે પગલા લેવા કાર્યવાહીનો તખતો તૈયાર કરાઇ રહયો છે.

અારોપી કલ્પેશના અાઇસીઅાઇસીઅાઇ બેન્કના ખાતાની તપાસ જરૂરી
અારોપી કલ્પેશ પટેલે દેના બન્કમાં પોતાના પર્સનલ અેકાઉન્ડમાં 51,32,450 રકમ જમા કરાવી હોવાનું તપાસ દરમિયાન બહાર અાવ્યું છે, અને લીલાબેન ભોઇના દેના બેન્કના ખાતામાં તેમ અન્ય ખાતાઅોમાં સરકારી ગ્રાન્ટની 54,57,450 જેટલી રકમ જમા કરાવી હોવાનું બહાર અાવ્યું છે, ત્યારે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ તપાસનીશ અધિકારી અારોપી કલ્પેશ પટેલનું અાઇસીઅાઇસીઅાઇ બેન્કનું પર્સનલ અેકાઉન્ટની તપાસ કરે તો વધુ ચોંકાવનારી વિગતો બહાર અાવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...