તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અેપીઅેમસીના માજી ચેરમેને વેપારી પર સરેઅામ હુમલો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ અેપીઅેમસીના માજી ચેરમેને અાજે બપોરે અેપીઅેમસીમાં જ અેક વેપારી પર નજીવી બાબતે હુમલો કરી દીધો હતો. વેપારીને માર મારવાની સાથે ભાજપના અા અાગેવાને ઘરે અાવીને મારી નાખવાની ધમકી પણ અાપી હોવાનું સબંધિત વેપારીઅે જણાવ્યું હતું. અા બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો અેકત્ર થઇ ગયા હતાં.

અેપીઅેમસીમાં જથ્થાબંધ શાકભાજીના વેપાર સેકશનમાં અાજે બપોરે લગભગ અેક વાગ્યાના અરસામાં હુમલાનો અા બનાવ બન્યો હતો. વેપારી વિનોદ માહેશ્વરીના જણાવ્યા મુજબ અેપીઅેમસીના માજી ચેરમેન અને માધાપરના જાદવજી રવજી દબાસિયાઅે તેમના પર હુમલો કર્યો હતો. દબાસિયા ખોટી રીતે કનડગત કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.ભાજપના અા અાગેવાન સત્તા પક્ષ સાથે સબંધ ધરાવતા હોવાનો ખોટો રોફ દેખાડીને દાદાગીરી કરી રહ્યા છે અને વેપારીઅોને કનડી રહ્યા છે અેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમના કહેવા મુજબ અેક શેડ બનાવવાના નામે નાણાં અાપી દીધા હોવા છતાં ખોટી રીતે ઉઘરાણી થતી હતી અને ત્યારબાદ દબાસિયાઅે અા હુમલો કર્યો હતો.અાટલો હુમલો અોછો હોય અેમ ઘરે અાવીને મારી નાખવાની પણ ધમકી અાપવામાં અાવી હતી.

ભાજપના નેતાઅે જાનથી મારી નાખવાની પણ ધમકી અાપી
અન્ય સમાચારો પણ છે...