- Gujarati News
- National
- Bhuj News The Akhanda Despite The State Government Passes Through A Dynamic Pass 061104
સરકારી અાદેશ છતાં વનતંત્ર વાહતુક પાસમાં કરે છે અખાડા
અછતનો માર વેઠતા કચ્છમાં રોજગારીનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે સરકારે જ ખાનગી ખેતરોમાં ઉગી નિકળેલ ગાંડા બાવળમાંથી કોલસો કાઢવાની છુટ અાપી હોવા છતાં કચ્છના સ્થાનિક વનતંત્રના જવાબદારો વાહતુક પાસ અાપવામાં અખાડા કરી રહ્યાનો અાક્ષેપ લખપતના સ્થાનિક અાગેવાન પી.સી. ગઢવીઅે મુકયો છે.
અેક યાદીમાં તેમણે જણાવ્યું કે અછતની સ્થિતી જારી રહે ત્યાં સુધી રાજયના વનવીભાગે અેક જાહેરનામું બહાર પાડી રોજગારી માટે કોલસો બનાવવો હોય તો માલિકીના ખેતરોમાં વગર પરવાનગીઅે બનાવી શકાસે તેમ જણાવાયું હતુ|. જોકે વનતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઅો નાણા મળ્યા વગર વાહતુક પરમીટ અાપવા તૈયાર ન થતા હોવાનો ગંભીર અાક્ષેપ કરી જે લોકો વજન મુકે તેમના જ કામ થઇ રહ્યાનો અારોપ મુકી અાવા તત્વો સામે પગલાં ભરવાની માંગણી કરાઇ હતી. ચેરિયાના વાવેતરના નામે પણ કરોડોનું કાેભાંડ વન વિભાગે અાચર્યાનો અાક્ષેપ અા યાદીમાં કરવામાં અાવ્યો હતો.
જો વેળાસર વાહતુક પાસ ઇસ્યુ કરવામાં નહિ અાવે તો ઉગ્ર અાંદોલન કરવાની ચીમકી પણ અા યાદીમાં ઉચ્ચારવામાં અાવી હતી.