• Gujarati News
  • National
  • Bhuj News The 45 Year Old Youth From Nakhatrana Taluka Has Been Relieved Of Old Illness 060623

નખત્રાણા તાલુકાના મંજલમાં 45 વર્ષના યુવાને જૂની બીમારીથી કંટાળીને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના મંજલમાં 45 વર્ષના યુવાને જૂની બીમારીથી કંટાળીને અેસિડ ગટગટાવી લેતાં ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેણે પથારીમાં દમ તોડ્યો હતો.

મુંબઇના કાંદિવલીના રામનગરના હાલે મંજલ રહેતા નરેન્દ્ર દેવજી ભટ્ટી છેલ્લા કેટલાક સમયથી લકવાની બીમારીથી પીડાતા હતા. અા બીમારીથી કંટાળીને તેણે સોમવારે સવારે 10 વાગ્યાના અરસામાં અેસિડ ગટગટાવી લેતાં ગંભીર હાલતમાં ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન તેની સારવાર શરૂ કરાઇ હતી જે કારગત ન નીવડતાં રાત્રે 9.45 વાગ્યાના અરસામાં પથારીઅે દમ તોડી દીધો હતો. પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...