• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News tenders of 17 of the 42 canceled works will also open 061650

રદ કરાયેલા 42માંથી 17 કામોના ટેન્ડર પણ ખૂલશે

Bhuj News - tenders of 17 of the 42 canceled works will also open 061650

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
કચ્છ જિલ્લા પંચાયતની સિંચાઈ શાખા હસ્તક નાની સિંચાઈના કામો થાય છે, જેમાં 87.18 લાખના કામો હજુ બાકી પડ્યા છે ત્યાં રાજ્ય સરકારે વધુ 35.86 લાખના કામોને મંજુર કર્યા છે. બીજી બાજુ અાયોજન અધિકારીઅે 42 કામો રદ કર્યા હતા, જેમાંથી 17 કામોના ટેન્ડર અાવી ગયા હતા, જેથી રદ કરવાનો નિર્ણય રદ કરીને શરૂ કરવાની મંજુરી અાપી દીધી છે.

સરકાર દ્વારા સિંચાઈના કામો માટે અવારનવાર ગ્રાન્ટોની ફાળવણી કરવામાં અાવે છે. પરંતુ, જિલ્લા પંચાયતની સિંચાઈ શાખાની અાળસવૃત્તિને કારણે મોટાભાગના કામો શરૂ જ થતા નથી. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી પંચાયત સિંચાઈ શાખાના કાર્યપાલક ઈજનેરનું પૂછાણું કેમ નથી લેતા અેક યક્ષ પ્રશ્ન થઈ ગયો છે. જિલ્લા અાયોજન અધિકારીની કચેરીઅે જિલ્લા પંચાયતની સિંચાઈ શાખાના 42 કામો રદ કરતો ફતવો બહાર પાડ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારની રદ ન થાય અેવી સરહદી વિકાસ કામોની ગ્રાન્ટમાંથી થનારા 17 જેટલા કામોના તો ટેન્ડર પણ અાવી ગયા હતા. અામ છતાં જિલ્લા વિકાસ અધિકારીઅે પણ વાંધો લીધો ન હતો. જે ઉપર સિંચાઈ સમિતિના ચેરપર્સન ભાવનાબા પરેશસિંહ જાડેજાનું ધ્યાન ગયા બાદ તેમણે તપાસ કરી શરૂ કરી હતી. જે દરમિયાન ‘દિવ્ય ભાસ્કરે’ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે, 100 ટકા અનલેપ્સેબલ ગ્રાન્ટની રકમમાંથી થનારા કામો જિલ્લા અાયોજન અધિકારીઅે રદ કર્યા છે. જે બાદ તંત્રની અાંખ ઉગડી હતી અને ભૂલો સુધારવાની ખાતરી અપાઈ હતી. જોકે, જિલ્લા પંચાયતની સિંચાઈ શાખાના કાર્યમાં હજુ ગતિ અાવી નથી અને 87.18 લાખના 49 કામોમાંથી માત્ર 34 કામોની હજુ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવાનો માત્ર સળવળાટ જ શરૂ કર્યો છે. જે વચ્ચે 35.86 લાખના અન્ય 21 કામોની મંજુરી મળી ગઈ છે. જે ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરા થશે અે અેક યક્ષપ્રશ્ન થઈ ગયો છે. પરંતુ, હજુ સુધી જિલ્લા વિકાસ અધિકારીઅે અે દિશામાં ગતિ લાવવા કડક વલણ અપનાવ્યું નથી. સૂત્રોનું માનીઅે તો શાખાના અધિકારીઅો કાગળ ઉપર અાંકડાકીય માહિતીથી સુંદર ચિત્ર રજુ કરીને જિલ્લા વિકાસ અધિકારીને ગેરમાર્ગે દોરવામાં સફળ થઈ રહ્યા છે.

નાની સિંચાઈના 87.18 લાખના કામ બાકી, વધુ 35.86 લાખના મંજુર

તાત્કાલિક ટેન્ડરિંગ પ્રક્રિયા સુધી લઈ જવાશે : ચેરપર્સન

સિંચાઈ સમિતિના ચેરપર્સન ભાવનાબા જાડેજાને પંચાયત સિંચાઈ શાખાની કામો પૂરા કરવાની ગતિ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર તો ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ, સમયસર કામો થતા નથી. જે બાબતે વહીવટી વિભાગનું ધ્યાન દોર્યુ છે અને તાત્કાલિક ટેન્ડરિંગ પ્રક્રિયા સુધી લઈ જવા સૂચના અાપી છે.

X
Bhuj News - tenders of 17 of the 42 canceled works will also open 061650
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી