માંડવીમાં દરિયામાં ડુબી જતાં તરૂણ ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી ખાતેના મરિન પોલીસ સ્ટેશન પાસે અાવેલા દરિયામાં નાહવા પડેલા છોકરાઅો પૈકી અેક છોકરો ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં તેને તાત્કાલિક બચાવી લેવાયો હતો અને ગંભર અસર તળે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઇબ્રાહિમ ગુલમહુશેન દરાડ (ઉ.વ.18)અે નોંધાવેલી અેમઅેલસીમાં જણાવ્યું છે કે, બનાવ ગુરુવારે બપોરે ત્રણ વાગ્યાના અરસમાં માંડવી મરિન પોલીસ સ્ટેશન નજીક અાવેલા દરિયામાં બન્યો હતો. ફૈઝાને મદીના હોસ્ટેલમાં રહેતા ત્રણ છોકરાઅો દરિયામાં નાહવા ગયા હતા જે પૈકી શાકીરહુશેન અલ્લાના માલા (ઉ.વ.13) ડુબી જતાં પાણી પી ગયો હોવાથી તેને પ્રથમ સારવાર માંડવી સરકારી દવાખાનામાં અાપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કેમાં દાખલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...