સર્વેલન્સ ટીમોને કચ્છમાં અેક કેસ ગોત્યો પણ ઝડતો નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી પૂર્વે અાદર્શ અાચારસંહિતાના અમલ ઉપરાંત ખર્ચ સબંધી નિયંત્રણોના ચુસ્ત અમલ કરવા માટે પંચના અાદેશથી સર્વેલન્સ ટીમો કચ્છના અલગ અલગ વિસ્તારમાં તૈનાત કરવામાં અાવી છે. જોકે અાશ્ચર્યની વાત અે છે કે અા સર્વેલન્સ ટીમોને અત્યાર સુધી સમખાવા પુરતો અેક કેસ પણ મળ્યો નથી.

પંચના અાદેશથી 50,000થી વધુની રોકડ હેરફેર ઉપરાંત સોનાના દાગીના સહિત અન્ય ચીજવસ્તુઅોના અાધારપુરાવા વગરના પરિવહન પર નિયંત્રણ લદાયા છે. અા માટે સ્ટેટીક સર્વેલન્સની 20, ફલાઇંગ સ્કવોર્ડની 19 તેમજ અેકાઉન્ટ અને વિડીયો વ્યુઅીંગ ટીમ સહિતની તૈનાતી કરવામાં અાવી છે.

અા ટીમોની તૈનાતી થયાને લગભગ અેકાદ પખવાડિયા જેટલો સમય વીતી ચુકયો હોવા છતાં કચ્છમાં સમ ખાવા પુરતો અેક કેસ ન પકડાતાં ભારે અાશ્ચર્ય ફેલાયું છે. ગુજરાતના અન્ય જિલ્લાઅો તેમજ દેશના અન્ય રાજયોમાં તો અાવી ટીમોઅે કરોડો રૂપિયાની રોકડ સહિતનો અન્ય મુદામાલ પકડયો છે. અાવા સંજોગોમાં યા તો કચ્છના લોકોમાં થોડી જાગૃતતા અાવી છે અથવા તો અાવી સર્વેલન્સ ટીમોની ધાક જોવા મળી રહી હોય તેવું સુચક રીતે ચર્ચાઇ પણ રહ્યું છે.

એક બાજુ વેપારીઓ જેના પર અવલંબિત છે તે આંગડિયા દ્વારા રોકડ રકમ લઇ જવા પર પ્રતિબંધ મૂકાયો છે, ત્યારે રાજકોટથી ભુજ દાગીના લઇ આવતા આંગડિયા પાસેથી 25 લાખની ચોરી થઇ ગઇ તે પણ નવાઇ ઉપજાવે છે.