તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Surrounding Surkhab39s Amazing Photography Lm Pommel Put Kutch On The World Stage 061515

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરખાબની અદ્દભૂત ફોટોગ્રાફી કરીને LM પોમલે કચ્છને વિશ્વકક્ષાઅે મૂકયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અાંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તસવીરકાર અને અાર્ટીસ્ટ સ્વ. અેલ.અેમ. પોમલની જનમ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા દરબારગઢ ચોકથી પાળેશ્વર ચોક સુધીના માર્ગને અેલ.અેમ.પોમલ માર્ગના નામકરણનો કાર્યક્રમ શનિવારે યોજાયો હતો.

ભુજના નગરાધ્યક્ષ લતાબેન સોલંકી, મહંત કિશોરદાસજી કબીરપંથી, કીર્તિભાઇ ખત્રી, ભરત રાણા, શૈલેષભાઇ કંસારા, ઇશ્વરભાઇ દેસાઇ, ગોદાવરીબેન ઠક્કર, ઉપેન્દ્ર ઉપાધ્યાય, દીલીપભાઇ વૈદ્ય, દલપતભાઇ દાણીધારીયા તેમજ અન્યોનું સ્વાગત હર્ષદભાઇ પોમલ તેમજ માધવજી પોમલ પરિવાર દ્વારા કરવામાં અાવ્યું હતું.

કિશોરદાસજીઅે અાશીર્વચન પાઠવ્યા હતાં. કીર્તિભાઇ ખત્રીઅે જણાવ્યું હતું કે જ્યારે કલર ફોટોગ્રાફી નહોતી થતી ત્યારે પોમલભાઇ વોટર કલરથી ચિત્રલેખા, જી અને બીજ જેવા સામયિકો માટે મુખપૃષ્ઠ તૈયાર કરતા હતાં. અાવા કલાકારને રાષ્ટ્રીય સન્માન મળવું જોઇઅે. લતાબેને જણાવ્યું હતું કે અેલ અેમ પોમલે સુરખાબ પક્ષીની અદભૂત ફોટોગ્રાફી કરીને કચ્છને વિશ્વકક્ષાઅે મૂકયું હતું. શૈલેષભાઇ, પ્રકાશ ગાંધી, ભરતભાઇ, ગોદાવરીબેન વગેરેઅે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

અારતીબેન, નીતાબેન, રાજુભાઇ, જમનાદાસભાઇ, ઝવેરીલાલ સોનેજીઅે સન્માન કર્યું હતું. દિનેશભાઇ મહેતાનું પણ વિશેષ સન્માન થયું હતું. માર્ગના નામની તકતીનું અનાવરણ લતાબેન દ્વારા કરવામાં અાવ્યું હતું. કાર્યક્રમમાં શાંતીલાલ વરૂ, અાસુતોષ ગોર, હર્ષદ બુદ્ધભટ્ટી, જગદીશ સોની, વિરેન્દ્ર અાચાર્ય, કાૈશીક શાહ, મોહન પોમલ, નટવરલાલ વ્યાસ, હસમુખ મચ્છર, પ્રદીપ કંસારા વગેરે હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો