તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Students From Vermanagar Collect And Distribute Warm Clothes In The Cold 061614

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્માનગરના વિદ્યાર્થીઅોઅે ઠંડીમાં ગરમ વસ્ત્રો અેકત્ર કરી વિતરણ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દયાપર | હાલમાં કચ્છમાં શિયાળો જામ્યો છે છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનો પારો ગગડતો જાય છે, ત્યારે લોકો પણ ટાઢથી બચવા દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે. ઠેક ઠેકાણે લોકો તાપણા કરીને પણ ઠંડીથી રક્ષણ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં લખપત તાલુકાના વર્માનગર ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઅોઅે પોતાની પાસે કે ઘરમાં પડેલા વધારાના ગરમ કપડા તેમજ અન્ય કપડા અેકત્ર કરીને તાલુકાના હાઇવે માર્ગ પર કામ કરતાં મજુરો તેમજ નબળા લોકોને તેનું વિતરણ કર્યુ હતું. અાચાર્ય અેસ.જે. મહેતાઅે જણાવ્યુ હતુ કે, હાલમાં ઠંડીનું પ્રમાણ ખુબજ વધ્યું છે ત્યારે અમીરો કે પાકા મકાનોમાં રહેનારા લોકો યેન કેન પ્રકારે ટાઢથી રક્ષણ મેળવી લે છે પરંતુ હાઇવે માર્ગો પર કામ કરતા શ્રમિકો કે તેઅોના નાના બાળકો તેમજ અાર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા લોકોને માટે અા ઠંડી ખુબજ કઠીન હોય છે. તેવામાં અહી શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં સહકારથી તેઅોની પાસે જે વધારાના ગરમ વસ્ત્રો કે અન્ય કપડા અેકત્રકરીને કૈયારી, કનોજ, ગુવર, ગામો વચ્ચે હાલમાં ચાલી રહેલ રોડ બનાવવાની કામગીરી કરતા શ્રમિકો તેમજ તેઅોનાં બાળકોને વિતરણ કરવામાં અાવ્યું હતું. અા કામગીરીમાં શાળાના અાર.અેલ. દેસાઇ, અલ્પેશ પટેલ, મહેશ નાડોદા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો