તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરી ફેરીયાઓને નિયંત્રિત રીતે રોજગાર મેળવવા અનુમતિ મળે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના જેવી વૈશ્વિક મહામારીને રોકવા માટે 21 દિવસનું આ લોકડાઉન ખૂબ જ જરૂરી છે, પરંતુ આપણા સમાજના કેટલાક વંચિત પરિવારો પુરતી સહાયતા વિના નહીં જીવી શકે. આવા વંચિતોને યોગ્ય અને પુરતી સેવા મળે એ માટે “ભુજ શહેર શેરી ફેરીયા સંગઠન” દ્વારા ચીફ સેક્રેટરી, એડીશનલ ચીફ સેક્રેટરી, અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટ તેમજ પ્રિન્સીપાલ સેક્રેટરી ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગાંધીનગર - ગુજરાતને પત્ર પાઠવવામાં આવ્યો છે.

શહેરના રસ્તા ઉપર વેંચાણ કરતા વેપારીઓ અને હાથલારી વાળા લોકો આ વંચિત વિસ્તારમાં આવે છે. એમનું ગુજરાન રોજે રોજની આવક ઉપર નિર્ભર છે. આ લોકડાઉનના કારણે તેમની રોજગારી સદંતર બંધ થઇ ગઇ છે અને આવનારા લાંબા સમય સુધી બંધ જ રહેશે. આ પરિવારોમાંથી મોટા ભાગના પરિવારો એવા છે જેની આર્થિક ક્ષમતા નથી કે રોજગારી વગર લાંબા સમય સુધી પોતાનું ગુજરાન ચલાવી શકે ! સરકાર દ્વારા ભુજ શહેરમાં અંદાજે 1200 હાથલારીવાળાઓનો સર્વે કરવામાં આવ્યો છે. આ સરવેની સૂચિ રાજ્ય સરકાર અને નગરપાલિકા પાસે ઉપસ્થિત છે. શહેરની બિન સરકારી સંસ્થાઓ અનુસાર અંદાજે 800 એવા હાથલારી ધારકો છે જેની નોંધ કોઇ કારણોસર આ સર્વેમાં થઈ નથી.

રજીસ્ટર્ડ હાથલારી ધારકોની સૂચિ પ્રમાણે તેમના માટે 3 મહિનાના પુરતાં રાશનની વ્યવસ્થા કરવામાં આવે. તેમાં એ લોકોનો પણ સમાવેશ કરવામાં આવે જેમની પાસે રાશનકાર્ડના હોય અથવા કોઇ કારણોસર ચાલુ ના હોય, શહેરના શાકભાજી અને ફળના વિક્રેતાઓને નિયંત્રિત રૂપે અને “સોશ્યલ ડિસ્ટન્સિંગ”ના નિયમનું પાલન કરવા સાથે તેમની પોતાની જગ્યાએ દરરોજ ચોક્કસ મર્યાદિત સમય માટે વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે જેથી એમને રોજગારી મળતી રહે.

સરકાર દ્વારા તેમના માટે સરળ ભાષામાં એક દિશાસુચન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે અને આવા વિક્રેતાઓને પહોંચાડવામાં આવે, આવી વિકટ પરિસ્થિતિમાં પણ શહેરની જનતાને સેવાઓ પુરી પાડી રહેલા લારીધરકોને પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવે. તેમના સ્વાધ્યને કેન્દ્રમાં રાખી WHO ના નિર્દેશો અનુસાર તેમને સુરક્ષા કીટ આપવી જોઇએ જેમાં માસ્ક, સાબુ, સેનીટાઇઝર, ડિસ્પોઝેબલ હાથ મોજા સમાવિષ્ટ હોય.

આ હાથલારી ધારકોને સ્વાધ્ય સંબંધિત સહાય પણ પુરી પાડવામાં આવે જેના અંતર્ગત લોકડાઉન દરમ્યાન પોતાનો વિક્રેતા ઓળખપત્ર દર્શાવી તેઓ કોઈ પણ હોસ્પિટલમાં પોતાની અને પોતાના પરિવારના સભ્યોની નિ:શુલ્ક સારવાર કરાવી શકે. જે લારીધારકોના નામ સરવે દરમ્યાન બાકી રહી ગયા હોય તેમની લોક પ્રતિનિધિઓ અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા નોંધ કરવામાં આવે અને ઉપરોક્ત દરેક માગણીઓમાં તેમનો પણ સમાવેશ
કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...