તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Spine Surgeon39s Camp Organized To Celebrate Holi 50 Patients Undergo X Ray Fee 061557

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળીની ઉજવણી નિમિતે સ્પાઈન સર્જનનો કેમ્પ યોજાયો : 50 દર્દીઓએ ફી એક્સ-રે કરાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ| ભુજના ક.વી.ઓ. મહાજન સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર મધ્યે દર મહિને યોજાતા મેડિકલ કેમ્પ અંતર્ગત હોળીના દિવસે મૂળ મુન્દ્રાના નાની તુંબડીના અને હાલે અમદાવાદના નિષ્ણાંત સ્પાઈન સર્જન ડો.વિશાલ બૌઆના મેડિકલ કેમ્પનો આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં સ્પાઈન અને હાડકાંનાં દર્દીઓએ લાભ લીધો હતો તેમજ 50થી વધુ દર્દીઓના એક્સ-રે પણ વિનામુલ્યે સંસ્થા દ્વારા કાઢી આપવામાં આવ્યાં હતા. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે સરકારની માં અમૃતમ યોજના અને આયુષ્માન યોજના અંતર્ગત બાયપાસ, ઢીંચણ, સાંધા બદલવાની સર્જરી, સારણગાંઠના ઓપરેશન થઇ શકે છે જે અંગેની માહિતી પૂરું પાડવા માટે સંસ્થાના સંકુલમાં તા.15 માર્ચના સાંજથી સરકારી યોજના મેડિકલ માહિતી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે ડો.વિશાલે જણાવ્યું હતું કે બદલાતી જીવનશૈલી અને પાણીમાં ટી.ડી.એસ.નું પ્રમાણ વધુ હોવાના કારણે હાડકાંનાં રોગના દર્દીની સંખ્યા વધતી જાય છે. આ કેમ્પને સફળ બનાવવા ડો.અશોકભાઈ ત્રિવેદી, અંકિત ગાલા, હરનીશભાઈ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો