તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લલ્લુ જોગીથી બખિયા સુધીના દાણચોરો સોનું લાવતા હતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1975થી 1980ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતનો સાગરકાંઠો કરોડો રૂપિયાના દાણચોરીના કારોબારીથી ધમધમતો હતો. જેમાં દમણના શુકર નારાયણ બખિયા તથા લલ્લુ જોગી ઉર્ફે લલ્લુ પટેલ, દાંડી ગામના સરપંચ રતિલાલ નાવિક તથા કચ્છ જિલ્લાના મોહંમદ મોખરાના દાણચોર તરીકે જાણીતા નામો બની ગયા હતા.

દીવ,દમણ અને ગોવામાં પોર્ટુગીઝોની સલ્તનતનો અંત લાવવા માટે ખેલાયેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં દમણના લલ્લુ જોગી આઝાદીના લડવૈયા તરીકે મોખરે રહ્યા હતા. માછીમાર પરિવારના લલ્લુ જોગીનો દાઉદ ઈબ્રાહિમ સાથે પરિચય થતાં તેણે દાણચોરીના કારોબારમાં ઝૂકાવ્યું હતું. મુંબઈથી અંધારી આલમના ડોન હાજી મસ્તાને ત્યારે સોનાની દાણચોરી માટે દમણના દરિયાકાંઠાને સલામત સ્થળ તરીકે પસંદ કર્યું હતું. આથી શુકર નારાયણ બખિયા તથા લલ્લુ જોગીએ હાજી મસ્તાન સાથે હાથ મિલાવી દીધા હતા.હાજી મસ્તાનના એક સમયના વફાદાર સાગરીત ગણાતા દાઉદ ઈબ્રાહિમે દમણની મુલાકાત પણ લીધી હતી.લલ્લુ જોગીના પરિવારમાં પત્ની ચંપાબેન પટેલ તથા છ પુત્રી અને બે પુત્રોનો સમાવેશ થતો હતો. (ઈનપુટ : જયદેવ પટેલ, કેતન રાજપૂત)

અન્ય સમાચારો પણ છે...