તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાની તુંબડીના દર્દીના હૃદયની નિ:શુલ્ક સર્જરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાની તુંબડીના 62 વર્ષીય વરિષ્ઠ શાંતિલાલ સાવલાને હૃદયમાં તકલીફ થતાં એન્જ્યોગ્રાફી કરાવવાની જરૂર પડતાં તેમણે ભુજના સેવાભાવી વરિષ્ઠ જેઠાલાલ ઠક્કરનો સંપર્ક કર્યો હતો.

તેમણે અમદાવાદમાં ડો. સુરેશ ભાગ્યાનો સંપર્ક કરી વ્યવસ્થા ગોઠવી આપતાં શાંતિલાલભાઇને અમદાવાદની સંજીવની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે દાખલ કરી, સાડા ત્રણ કલાકની સર્જરીને અંતે ડાબી સાઇડનો એક વાલ્વ બદલી આપ્યો હતો.

આ સર્જરીમાં ડો. વિનય ભોમિયા સહયોગી બન્યા હતા. આ ઉપરાંત ‘મા’ યોજનાના કર્મચારીઓ પણ સક્રિય રીતે સહભાગી બન્યા હતા. દર્દીના પુત્ર ઋષભ સાવલાએ સૌનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો