તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે માસૂમ સહિત વધુ છ દર્દી સ્વાઇન ફ્લુની ઝપેટમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાન ઉંચકાવાની સાથે ઠંડી ગાયબ થઇ જવા છતાં સ્વાઇન ફ્લુ કાબુમાં ન આવ્યો હોય તેમ બુધવારે બે માસૂમ સહિત છ દર્દીનો એચવનએનવન રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ચાલુ વર્ષે 58 દિવસમાં કુલ્લ 147 દર્દી આ ચેપી રોગનો ભોગ બન્યા હતા.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે ભુજ તાલુકાના પધ્ધરના 1 વર્ષના બાળક, આદિપુરના 39 વર્ષના મહિલા, અંજાર તાલુકાના ભીમાસરના 62 તેમજ 55 વર્ષના પુરૂષ, મુન્દ્રા તાલુકાના ઝરપરાના 9 માસના બાળક અને રાપર તાલુકાના સુવઇના 45 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તમામ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ચાલુ વર્ષે જાન્યુઆરી માસથી અત્યાર સુધી સ્વાઇન ફ્લુના 147 દર્દી આરોગ્ય જિભાગના ચોપડે ચડ્યા છે જે પૈકી 9 દર્દી મોતને ભેટ્યા છે. દરમિયાન કચ્છમાં મહત્તમ તાપમાન વધવાની સાથે મોડી રાત સુધી ઠંડીની અસર ગાયબ થઇ જવાની સાથે વિષમ હવામાન અનુભવાઇ રહ્યું છે તેમ છતાં સ્વાઇન ફ્લુ બેકાબુ બન્યો હોય તેમ દર્દીઓની સંખ્યામાં થઇ રહેલો વધારો આરોગ્ય વિભાગ માટે પડકાર બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો