જીએસટીઆર-9 રિવાઇઝ ન થતું હોવાથી કાળજી પૂર્વક ભરવું જરૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીઅેસટીઅાર-9 રિવાઇઝ ન થતું હોવાથી કાળજી પૂર્વક ભરવું જરૂરી છે તેમ ભુજમાં કચ્છ સેલ્સ ટેક્સ બાર અેસોસિયેશને યોજેલા સેમિનારમાં મુખ્ય વક્તાઅે જણાવ્યું હતું.

અેકેડેમિક કાઉન્સિલના ચેરમેન સમીર કંસારાના અાવકાર પ્રવચન સાથે શરૂ થયેલા સેમિનારમાં મુખ્ય વક્તા દીપક કોરડિયાઅે જીઅેસટી અેન્યૂઅલ રિટર્ન-9 વિશે વિસ્તાર પૂર્વક સમજણ અાપી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2017/18ના જીઅેસટીઅાર-9ની છેલ્લી તારીખ 30/6 છે અને અા વાર્ષિક પત્રક રિવાઇઝ ન થઇ શકતું હોવાથી દરેક કોલમ ભરવામાં કાળજી રાખવી અાવશ્યક છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ઉમંગ ઠક્કર, પરેશ પોપટ, જીતેન્દ્ર ઠક્કર, નિકિત દેસાઇ, અપૂર્વ શાહ, કીર્તિ શાહ, કેતન ઠક્કરે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો.

અાયોજક સંસ્થાના પ્રમુખ અતુલ દેસાઇઅે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મુખ્ય વક્તાનું સન્માન કર્યું હતું અને અાગામી સમયમાં અેસોસિયેશન દ્વારા માહિતીસભર સેમિનાર યોજાતા રહેશે તેમ જણાવ્યું હતું.

મંત્રી પૂર્વેશ ગણાત્રાઅે અાભાર વિધિ કરી હતી. અાયોજનને સફળ બનાવવા ઉપપ્રમુખ નિતિન સંઘવી, સચિન નાકર, હર્ષદ મહેતાઅે જહેમત ઉઠાવી હતી. સંચાલન સહમંત્રી મનસુખ ધોળુઅે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...