અાશાપુરા માતાજીના મયુરાસનમાં ચાંદીની પિછવાઇ ઉમેરાશે

Bhuj News - silver is printed in maarasan of ashapura mataji 061010

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
ભુજના અાશાપુરા મંદિર ખાતે રવિવારે વિવિધ શુભકાર્યના પ્રારંભે માતાજીની રાજોક્ત પૂજાનું અાયોજન કરવામાં અાવ્યુ હતું. મંદિરમાં મયુરાસન, પરિક્રમા અને કળાત્મક દરવાજાનું નવ નિર્માણ કાર્ય હાથ ધરાયુ છે.

શ્રી ભુજ અાશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ હતુ કે, મા અાશાપુરાની કૃપાથી મંદિરની અંદર વિવિધ વિકાસકામો પૂર્ણ થયા છે. મંદિરમાં ભવ્ય નવનિર્માણ કાર્ય હાથ ધરાયુ છે. જેમાં નિજ મંદિરમાં અાશાપુરા માતાજીના મયુરાસનની ચાંદીથી મઢેલી પિછવાઇ બનાવામાં અાવશે. તેમજ ભૂકંપમાં નિજ મંદિરના પરિક્રમાના તથા મંડમના ક્ષતિગ્રસ્ત થયેલા માર્બલને દૂર કરી નવ નિર્માણ કરાશે. પરિક્રમામાં અાવેલા દેવો તેમજ પાૈરાણિક ચાંદીના દરવાજાના કાષ્ટના કલાત્મક દરવાજા બનાવાશે. અા શુભકાર્યના પ્રારંભે રવિવારે સવારે મંદિરમાં માતાજીની રાજોકત પૂજા કરવામાં અાવી હતી.

X
Bhuj News - silver is printed in maarasan of ashapura mataji 061010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી