વૃદ્ધાવસ્થા વર્તનમાં સુધાર થકી દિપાવવા શીખ અાપવામાં અાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત કચ્છી દશા અોશવાળ જૈન મહાજન-મુંબઇ દ્વારા કચ્છમાં વસતા સમાજના વરિષ્ઠ વડીલો માટે જૈનમુનિઅોના સાન્નિધ્યમાં સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં 135થી વધુ વડીલો જોડાયા હતા.

ગુણપાર્શ્વતીર્થ દેઢિયા મુકામે યોજાયેલા સેમિનારમાં પૂર્ણભદ્રસાગરજી મ.સા., મુક્તિરત્નસાગરજી મ.સા., ભદ્રંકરસાગરજી મ.સા., મોક્ષેસચંદ્રસાગરજી મ.સા, સાધ્વી જ્યોતિકળાશ્રીજી મ.સા. સહિતના સંતો-ભગવંતોઅે વડીલોને ઢળતી ઉંમરે પરિવાર સાથે કઇ રીતે વર્તવું તે અંગે વિશદ્દ સમજ પૂરી પાડી હતી.

તેમણે ઉપસ્થિતોને ઉપદેશતાં જણાવ્યું કે, જો ઘડપણ દિપાવવું હોય તો જીભમાં મિઠાશ, હૃદયમાં પ્રેમ, મગજમાં ઠંડક અને બધા પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખવો જોઇઅે. ‘અાંખમાં અમી તો દુનિયા ગમી’ અા સિદ્ધાંત અપનાવીને ચાલવું. સદાચારમય જીવન જીવી જે કોઇપણ જવાબદારી માથાં પર હોય તે નિષ્ઠાથી નિભાવવી.

મનને શાંત રાખી અારાધના-ઉપાસનામાં જોડવું, સાવ નવરા કદી પણ બેસવું નહીં, કાંઇક પ્રવૃત્તિ તો કરતા રહેવું જ. જિંદગી અે જીવવાની નહીં, પણ જીતવાની ચીજ છે. વડીલોને તેમણે ઘરની શોભા, વિસામો અને છત્રછાયા સમાન ગણાવી જ્ઞાનના પુસ્તકો નિયમિત રીતે વાંચતા રહેવા જણાવ્યું હતું.મુખ્ય દાતા મીનલબેન પ્રદિપ ખોના તરફથી સૌને મોમેન્ટો અને પ્રવાસ ખર્ચ અપાયાં હતાં. અાયોજનમાં નિલેશ પોલડિયા, મહેશ નાગડા, હિતેન છેડા, ધિરેન્દ્ર ધરમશી, હરીશ લોડાયા સહિતના સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...