શ્રદ્ધા સ્કુલ એન્ડ કોલેજના બાળકો મહારાષ્ટ્રમાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ | એપલ સ્કેટ ઇન્ડિયા દ્વારા આયોજિત ટુર્નામેન્ટ તા. 8 અને 9 ફેબ્રુઆરીના મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. જેમાં માધાપરની શ્રદ્ધા સ્કુલ એન્ડ કોલજમાં ચાલતી ઇવનિંગ કલબના પ્રેમ ગોર એક કિ.મી. રોડ રેસમાં 1600 સ્પર્ધકોમાંથી છટ્ઠા નંબરે અને શુભ લુહાર રીંગ રેસમાં પાંચમાં નંબરે આવ્યાં હતા. આ ઇવનિંગ ક્લબ અંકિતા સ્વામી દ્વારા ચલાવવામાં આવે છે. વિજેતા બાળકોને શાળાના આચાર્ય રીટાબેન અધ્યારુ, ચેરેમેન પ્રીતમભાઈ ઠક્કર તથા મેનેજીંગ ડાયરેક્ટર મનોજભાઈ ઠક્કર દ્વારા
બિરદાવવામાં આવ્યાં હતા.
અન્ય સમાચારો પણ છે...