• Gujarati News
  • National
  • Bhuj News Shiv Sena President Uddhav Thackeray Is The Richest State In Maharashtra 062533

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દેશના સૌથી ધનિક રાજ્ય મહારાષ્ટ્રના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દેશના સૌથી ધનિક રાજ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સાંજે 6.40 વાગ્યે મુંબઈના શિવાજી મેદાનમાં ઉદ્ધવ ઠાકરેને 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. આ પહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે લઘુત્તમ સામાન્ય કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રણે પક્ષોએ બંધારણમાં વર્ણિત બિનસાંપ્રદાયિકતાના મૂલ્યને જાળવવાની વાત કરી છે. ઉદ્ધવની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના બે-બે ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ, એનસીપીના જયંત પાટીલ અને છગન ભુજબળ જ્યારે કોંગ્રેસમાંથી ...અનુસંધાન પાના નં. 10

બાળાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે શપથ લીધા. આ દરમ્યાન શિવાજી પાર્કમાં ત્રણે પક્ષોના કાર્યકર્તાઓ તથા સામાન્ય માણસો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ધવે શપથ લીધા એ સાથે જ શરણાઈના સૂર ગૂંજ્યા હતા તથા આતશબાજી કરવામાં આવી હતી. શપથવિધિમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, મનસે પ્રમુખ રાજ ઠાકરે તથા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ત્રીજા તથા ઠાકરે પરિવારના પ્રથમ મુખ્યમંત્રી છે.



લઘુત્તમ સામાન્ય કાર્યક્રમમાં ખેડૂતોની દેવા માફી, 1 રૂપિયામાં સારવાર અને 10 રૂપિયામાં ભરપેટ ભોજનનો વાયદો

- ખેડૂત: દેવા માફ થશે. પાકને નુકસાન થાય ત્યારે તુરંત રાહત મળે એ માટે પાક વીમા યોજનામાં ફેરફાર થશે. દુષ્કાળપીડિત વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા તૈયાર કરાશે.

- બેરોજગારી: તમામ સરકારી પદો પર ઝડપથી ભરતી થશે. ભણેલાગણેલા બેકારોને ફેલોશિપ અપાશે. 80 ટકા નોકરીઓમાં મહારાષ્ટ્રના સ્થાનિક લોકોને તક આપવા માટેનો કાયદો બનશે.

- મહિલા: ગરીબ પરિવારની કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ અપાશે. શહેરો અને જિલ્લા મુખ્યમથકોમાં નોકરિયાત મહિલાઓ માટે હોસ્ટેલ બનાવાશે. આંગણવાડી સેવિકા તથા આશા વર્કર્સના વેતનમાં વધારો થશે.

- શિક્ષણ: રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટેના ઉપાય કરાશે. ખેત મજૂરો અને ગરીબ પરિવારોના બાળકોના શિક્ષણ માટે વ્યાજ મુક્ત ધિરાણ અપાશે.

- શહેરી વિકાસ: સડકોની સ્થિતિ સુધારવામાં આવશે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને હવે 300 ચોરસ ફૂટના બદલે 500 ચોરસ ફૂટના આવાસ વિનામુલ્યે અપાશે.

- આરોગ્ય: તાલુકા સ્તરે એક રૂપિયામાં સારવારના ક્લિનિક ખોલવામાં આવશે. દરેક જિલ્લામાં તબક્કાવાર રીતે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. દરેક નાગરિકોનો આરોગ્ય વીમો હશે.

અન્ય સમાચારો પણ છે...