જેલમાં મોબાઇલ રાખવાના કેસમાં શર્માની અરજી ફગાવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સનદી અધિકારી પ્રદિપ શર્માઅે તેમના કાર્યકાળ દરમિયાન કચ્છ જિલ્લાના કલેકટરની રૂહે કચ્છના બે મોટા અાૈદ્યોગિક અેકમોને સરકારી જમીનો સરકારના ભાવ નિયમ કરતાં નીચા ભાવે જમીન ફાળવી અાપી હોવાના તેમજ તેમની સામે કાયદાકીયા સકંજો લાગ્યા બાદ પાલારા જેલ ખાતે પોતાના પાસે મોબાઇલ રાખવાના કેસમાં ભુજની ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં બિનત્હોમત છોડી મુકાવા મુદે અરજી કરી હતી જે નામંજુર થતાં તેમના હુકમથી નારાજ થઇને સેશન્સ કોર્ટમાં અરજી કરતાં અદાલતે તેમની અરજી નામંજુર કરી હતી.

અંજાર તાલુકાના વરસામેડી ખાતે વેલ્સપન કંપનીને, અને મુન્દ્રાના સમાઘોઘા ખાતેની જીન્દાલ સો પાઇપ્સ લીમીટેડ કંપનીને પ્રદિપ શર્માઅે કલેકટર તરીકે અાૈદ્યોગિક અેકમોને ફાયદો કરાવાના હેતુઅે સસ્તા ભાવે સરકારી જમીનો અાપી દીધી હતી. જે બાબતે સીઅાઇડી ક્રાઇમ દ્રારા અલગ અલગ બે ગુન્હાઅો દાખલ કરવામાં અાવ્યા હતા. અા બન્ને ગુન્હાઅોમાં તેઅો અારોપી તરીકે જ્યુડીશીયલ કસ્ટડીમાં હતા. કસ્ટડી દરમિયાન ગેરકાયદેસર રીતે પોતે પાલારા ખાસ જેલ ભુજમાં તેમણે પોતાના અંગત ઉપયોગ માટે મોબાઇલ રાખ્યો હતો. અા બાતમી તત્કાલિન જિલ્લા પોલીસ અધિક્ષકને મળતાં અેલસીબી અને અેસઅોજીની તપાસ દરમિયાન બેરેક 11માં રખાયેલા પ્રદિપ શર્મા પાસેથી મોબાઇલ ફોન મળી અાવ્યો હતો. જેથી 2011માં અલગ અલગ કલમો તળે તેમના વિરૂધ ગુનો નોંધાયો હતો. દરમિયાન પ્રદિપ શર્માઅે પોતાને બિનત્હોમત છોડી મુકવા માટેની અરજી ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કરતાં ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટે તેમની અરજી નામંજુર કરી હતી. અા હુકમથી નારાજ થઇને પ્રદિપ શર્માઅે રિવીઝન સ્વરૂપે ફરીથી બિનત્હોમત છોડી મુકવાની અરજી સેશન્સ કોર્ટ સમક્ષ કરતાં રાજ્ય સરકાર તરફે સેશન્સ કોર્ટ સમક્ષ પ્રદિપ શર્મા અા કેસના મુખ્ય અારોપી છે, તેમણે જેલવાસ દરમિયાન અન્ય અારોપીઅો સાથે અરસ પરસ મેળાપીણામાં ગુનાહીત કાવતરૂ રચી ગેરકાયદેસર રીતે તેમની સાથે મોબાઇલ ફોન મેળવી ખોટા અને બોગસ દસ્તાવેજ ઉભા કરી અન્ય વ્યક્તિના નામે સીમકાર્ડ મેળવી અને મોબાઇલ બેટરી મેળવીને પોતાના કબજામાં રાખી જેલમાં રહીને બહારના વ્યક્તિઅો સાથે વાતચીત કરીને મોબાઇલમાંથી મેસેજ મોકલીને ગુનો કરી સનદી અધિકારી તરીકેનો કાયદો અને નિયમોના જાણકાર હોવા છતાં ગુનાહીત કાવતરૂ રચીને કાયદાના નિયમોનો ભંગ કરી ગુનો કરેલ હોઇ જ્યારે કેસને શરૂ થતાં પહેલાં જ પ્રદિપ શર્માની પોતાની બિનત્હોમત છોડી મુકવાની અરજી સામે પ્રોસીક્યુશનને શર્મા વિરૂધ ત્હોમત પુરવાર કરવાની રાજ્ય સરકારને તક અાપવી જોઇઅે. પ્રદિપ શર્માઅે અન્ય અારોપીઅો સાથે મળી મલીન ઇરાદાથી મોબાઇલ ફોન મેળવી કાવતરૂ રચ્યુ છે તેવી દલીલો રાજ્ય સરકાર તરફે સ્પેશીયલ પબ્લીક પ્રોસીક્યુટર કલ્પેશભાઇ ગોસ્વામી સેશન્સ કોર્ટ સમક્ષ કરીને દલીલના સમર્થનમાં તેમણે હાઇ કોર્ટ અને સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઅો સરકાર તરફે રજુ કરી હતી અા તમામ દલીલોને ધ્યાને લઇને સેશન્સ કોર્ટના અેડીશનલ જજ અાશિષ મલ્હોત્રાઅે પ્રદિપ શર્માની બિનત્હોમત છોડી મુકાવાની અરજી નામંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...