તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા નહી કર્તવ્ય જ ભારતીય સમાજ અને સંસ્કૃતિનું અભિન્ન અંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતીથી લઈ 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી દરમિયાન સમગ્ર ભારતમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરુપે કુનરીયા ખાતે યુવાદિન નિમિતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયાએ તમામનું સ્વાગત કરી કાર્યક્રમની પૂર્વ ભૂમિકા સ્પષ્ટ કરી હતી. જિલ્લા ઉપાધ્યક્ષ પરેશભાઈ ગુજરાતી દ્વારા સામુહિક ગીત લેવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય વક્તા અારઅારઅેસ ગ્રામવિકાસ પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત મનોજભાઈ સોલંકીઅે સેવાને અભારતીય શબ્દ ગણાવી કર્તવ્ય જ ભારતીય સમાજ અને સંસ્કૃતિનું અભિન્ન અંગ હતું તેવું કહ્યું હતું. તેમણે શિક્ષકોને પ્રકૃતિ શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ આપી કર્તવ્યનિષ્ઠ વિધાર્થીઓ નિર્માણ કરવા ટહેલ કરી હતી. મહંતશ્રી રુદ્રાણી જાગીરના લાલગીરી બાપુઅે બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપવા આહવાન કરી આર્શિવચન પાઠવ્યા હતા. ત્યારબાદ ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ પરમારે યુએનએસસીના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ પૈકી ગુણવતા યુક્ત શિક્ષણ આપવા ટહેલ કરી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ગામના યુવા સરપંચ સુરેશભાઈ છાંગાએ સર્વસમાવેશી શિક્ષણ આપવા સૌ શિક્ષકોને સૂચન કર્યું હતું.

આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ ખેતશીભાઈ ગજરા, મંત્રી રમેશભાઈ ગાગલ, ઉપાધ્યક્ષ પરેશભાઈ ગુજરાતી, ભુજ તાલુકા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, સહ મંત્રી હરેશભાઇ લીબાણી, કાર્યાલય મંત્રી જ્યેન્દ્રભાઈ પરમાર, હિરેનભાઈ બારમેડા, ભુજ તાલુકા પૂર્વ બીઆરસી ભુપેશભાઈ ગોસ્વામી, અનિરૂદ્ધસિંહ જાડેજા, ભેમાભાઈ ચૌધરી સહિત તાલુકાના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન તાલુકા સંગઠન મંત્રી મનનભાઈ ઠક્કરે અને આભારવિધિ તાલુકા મંત્રી પ્રવિણભાઇ ચૌહાણે કરી હતી. તેવું તાલુકા પ્રચાર પ્રમુખ ભરતભાઇ કામલિયાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો