તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Sends A List Of Rental Properties But The Municipality Does Not Book 061531

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાડા મિલકતોનો લીસ્ટ મોકલે છે પણ પાલિકા ચોપડે ચડાવતી નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ શહેરમાં મિલકતધારકોઅે બાંધકામની મંજુરી ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની લેવાની હોય છે. ભાડા દ્વારા મંજુરી લેનારાનો લીસ્ટ ભુજ નગરપાલિકામાં મોકલી દેવામાં અાવે છે. પરંતુ, ટેક્સ બ્રાન્ચ અેક વર્ષની અંદર મિલકતની નોંધણી કરતી નથી અને દાયકો વીત્યા બાદ મસમોટી રકમ ચડી જાય ત્યારે જ ગતિવિધિ શરૂ કરે છે, જેથી માર્ચ અેન્ડિંગમાં સરળતાથી લક્ષ્યાંક પાર પાડી શકાય.

ભુજ નગરપાલિકામાં મિલકતધારકો પાસેથી ગટર જોડાણ, પાણી જોડાણ, દિવાબત્તી અને સફાઈ ચાર્જ ઉપરાંત મિલકત વેરો અને શિક્ષણ ઉપકર વસુલવામાં અાવે છે. પરંતુ, અે માટે ભુજ નગરપાલિકાના ચોપડે મિલકત અને બાંધકામની નોંધણી થયેલી હોવી જોઈઅે. જે માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા કોઈને બાંધકામની મંજુરી અપાઈ હોય તો તરત ભુજ નગરપાલિકાને તમામ વિગતો સાથે જાણ કરી દેવાય છે. જેના અાધારે અેકાદ વર્ષમાં મિલકતના બાંધકામ સહિતની વિગતો ચોપડે ચડાવવાની હોય છે. પરંતુ, ભુજ નગરપાલિકા અેની તસદી લેતી નથી. ડ્રેનેજ અને વોટર બ્રાન્ચના અેન્જિનિયર્સ પણ મિલકતધારકને સહકાર અાપતા નથી, જેથી મિલકતધારક કંટાળીને નોંધણી કરાવવાનું પણ માંડી વાળે છે. પરિણામે અેકાદ દાયકા બાદ ભુજ પાલિકાની ટેક્સ બ્રાન્ચે મસમોટી રકમ વસુલવા અેવા મિલકતધારકો યાદ અાવે છે અને ઢોલનગારા સાથે નીકળી પડે છે.

સામેથી અાવતા કરદાતાને મિલકત નોંધણીમાં સહકાર નથી મળતો


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો