બિદડામાં કચ્છ યુવક સંઘ દ્વારા માધ્યમિક શાળા ખુલ્લી મુકાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ |બિદડા ખાતે કચ્છ યુવક સંઘ સંચાલિત કેસરબેન કાનજી શામજી વિદ્યાસંકુલ અંતર્ગત નિર્મળાબેન રવજી છેડા માધ્યમિકમ શાળાનું ઉદઘાટન દામજીભાઇ લાલજીભાઈ એંકરવાલાના અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.શૈલેષ કરશનદાસ ભીંડે (કુલપતિ કેન્દ્રીય ગૌ. વિદ્યાપીઠ-આચાર્ય સદસ્ય પરિષદ), કૈલાશ સોની (સાંસદ-રાજ્યસભા), શાંતિભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના જુદા જુદા વર્ગખંડના દાતાઓની તકતીઓનું અનાવરણ જયાબેન વિશનજી મારૂ, પ્રભાબેન મણિલાલ મારૂ તથા પ્રેમ સ્મૃતિ કંચનબેન પ્રેમચંદ માણેકચંદ મહેતાની તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડો.શૈલેષભાઇઅે ઉદબોધનમાં ભારતીય શિક્ષણ પદ્ધતિ પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યાં તથા રમત ગમતક્ષેત્રે પ્રાંત સુધી પ્રથમ આવેલા 13 બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શાબ્દિક સ્વાગત પ્રધાનાચાર્ય કીર્તિભાઇ વાડીયા, આભારવિધિ ડો.પંકજ શાહ તથા સંચાલન સુરેશભાઈ રામાણી અને કોમલબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...