તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16મી સુધી EVM-સ્ટાફનું બીજું રેન્ડમાઇઝેશન અાટોપી લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાનનો દિવસ જેમ જેમ નજીક અાવી રહ્યો છે તેમ તેમ ચૂંટણીલક્ષી ગતિવિધીઅો વેગવાન બનતી જોવા મળી રહી છે. ત્યારે ઇવીઅેમ અને સ્ટાફનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરી ને જેતે મતક્ષેત્રને હવાલે કરી દેવાયા બાદ બીજું રેન્ડમાઇઝેશન સંભવત 16મી અેપ્રિલ સુધી અાટોપી લેવામાં અાવશે તેવા નિર્દેશ ચૂંટણી શાખાના સતાવાર સુત્રો પાસેથી પ્રાપ્ત થયા છે.

પ્રથમ રેન્ડમાઇઝેશનમાં ઇવીઅેમ અને સ્ટાફની જેતે વિધાનસભા મતક્ષેત્રમાં ફાળવણી કરવામાં અાવી હતી. તમામ અેઅારઅોને સ્ટાફ અને ઇવીઅેમ-વીવીપેટ સુપ્રત કરી દેવાયા હતા. હવે ઇવીઅેમના બીજા અને અંતીમ રેન્ડમાઇઝેશન અંતર્ગત ઇવીઅેમ-વીવીપેટની બુથવાઇઝ ફાળવણી અોબઝર્વરની ઉપસ્થિતીમાં કરવામાં અાવશે.

સ્ટાફના કુલ ૩ રેન્ડમાઇઝેશન કરવામાં અાવનાર છે. બીજા રેન્ડમાઇઝેશનમાં સ્ટાફને કયા મતક્ષેત્રના કયા ગામમાં ચૂંટણી ફરજ બજાવવાની છે નકકી થઇ જશે.જયારે પોલીંગ સ્ટાફે કયા બુથમાં ફરજ બજાવવાની થશે તે માટેનું ત્રીજું અને છેલ્લું રેન્ડમાઇઝેશન મતદાનના અાગલા દિવસે અેટલે કે 22 તારીખે હાથ ધરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...