તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Sarva Shiksha Under District Primary Education Officer Under District Panchayat 061042

જિલ્લા પંચાયતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના નેજા હેઠળ સર્વ શિક્ષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના નેજા હેઠળ સર્વ શિક્ષા અભિયાન પ્રોજેકટ ચાલે છે, જેમાં પૂર્વ હિસાબી અધિકારી અને અન્ય 5 કર્મચારીઅોના ઉચાપત પ્રકરણે ડી.પી.ઈ.અો.ને ભારે અસ્વસ્થ કરી દીધા છે, જેથી ચાર પાંચ કામગીરી અેક સાથે સંભાળતા ડી.પી.ઈ.અો. ખુરશી ઉપર બેસ અે પહેલા તો ફાઈલ લઈને બહાર નીકળી જાય છે.

2018ની 14મી ફેબ્રુઅારીઅે સંજય પરમારે પૂર્ણકાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળ્યો હતો. સાલસ સ્વભાવના ડી.પી.ઈ.અો.અે દરેક કાર્યમાં હકારાત્મક વલણ અપનાવ્યું હતું. જેનો સર્વ શિક્ષા અભિયાન પ્રોજેકટના પૂર્વ હિસાબી અધિકારી કલ્પેશ પટેલ અને અન્ય 5 કર્મચારીઅોઅે ગેરલાભ ઉઠાવ્યો હતો અને 54.57 લાખ રૂપિયા જેટલી ઉચાપત કરી લીધી હતી. જોકે, પૂર્વ હિસાબી અધિકારી કલ્પેશની બદલી થયા બાદ વર્તમાન હિસાબી અધિકારી સુનીલ ઠક્કરે ડી.પી.ઈ.અો.નો ઉચાપત તરફ ધ્યાન ખેંચ્યું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે ખાતરી કર્યા બાદ લેખિતમાં પોલીસ ફરિયાદ અાપી હતી, પરંતુ વાર્ષિક પરીક્ષા, અાર.ટી.ઈ. હેઠળ મફત શિક્ષણની પ્રક્રિયા, ચૂંટણીની પ્રક્રિયાની જવાબદારી વચ્ચે ઉચાપત પ્રકરણે માહિતીઅો મોકલવાની અટપટી કામગીરીઅે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અસ્વસ્થ કરી દીધા છે. તેઅો ચેમ્બરમાં અાવ્યા બાદ ખુરશી ઉપર બેસ અે પહેલા તો ફાઈલ લઈને બહાર નીકળી જાય છે.

જોકે, અારોપીઅો સામે સખ્ત કાર્યવાહી કરવામાં પળનો પણ વિલંબ કર્યા વિના સરકારી નાણાની રિકવરી કર્યાનો સંતોષ તેમના ચહેરા ઉપર વર્તાઈ રહ્યો છે, પરંતુ વિશ્વાસઘાત થયાની પીડા પણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. શિક્ષણ સાથે સંકળાયેલ સૂત્રોઅે જણાવ્યું હતું કે, શૈક્ષણિક પ્રવૃતિઅોને ગતિ અાપવા માટે ગામડે ગામડે જાત નિરીક્ષણ માટે ધસી જતા હતા અને બાળકો સાથે બેસીને નિદાન, ઉપચારની કામગીરી કરતા હતા, પરંતુ સર્વ શિક્ષા અભિયાન પ્રોજેકટના કાૈભાંડે તેમને અસ્વસ્થ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...