તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનરેગા કૌભાંડમાં સરપંચનો ભાઇ 4 દિવસના રીમાન્ડ પર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જખૌ ગામના સરપંચ અને તલાટી સહિત ત્રણ સામે મનરેગા હેઠળના કેટલ શેડમાં ભ્રષ્ટાચાર અંગેની ફોજદારી ત્રણ માસ પૂર્વે પોલીસ મથકે નોંધાઇ હતી. જે કેસમાં સરપંચના ભાઇ રતનજી પાંચુભા અબડાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાંથી ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરે આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જખૌ પોલીસ મથકે ડિસેમ્બર 2019માં જખૌ ગ્રામ પંચાયતના સરપંચ લાખાજી પાંચુભા અબડા, તેના ભાઇ રતનજી પાંચુભા અબડા અને તલાટી-મંત્રી રોહીતભાઇ વિઠ્ઠલભાઇ ડાભી સામે ગામના જતીન લાલમે ફરીયાદ દાલ કરાવી હતી. ચકચારી કેસમાં પોલીસે ત્રણ માસ બાદ સરપંચના ભાઇ પાંચુભાની બુધવારે ધરપકડ કરી કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજૂ કરતા પોલીસે ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. આ કેસની તપાસ નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એ. એલ. મહેતાએ હાથ ધરી હતી.

જખૌ સરપંચ સહિત 3 સામે નોંધાયો હતો ગુનો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો