સંસ્કાર ઇન્સ્ટીટ્યુટ અોફ મેનેજમેન્ટ અેન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
સંસ્કાર ઇન્સ્ટીટ્યુટ અોફ મેનેજમેન્ટ અેન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
બીસીઅે (જુના કોર્સ) સેમ.2,4 અને6ની રિપીટરની માર્ચ-19 માં લેવાનારી પરીક્ષા તા.15-4 થી યુનીવર્સીટી ખાતે લેવામાં અાવશે. તેમજ તે પરીક્ષાની હોલટીકીટ તા. 13-4 સુધી કોલેજ ભવનમાં અાવી વિદ્યાર્થીઅે બપોરે 1 થી 5 દરમિયાન લઇ જવી.
શેઠ વીરજી દેવશી હાઇસ્કુલ
ધો.10 માં અભ્યાસ કરતા હોતા અને હવે પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા ઇચ્છતા હોય તે વિદ્યાર્થીઅો તેમજ વાલીઅોની બેઠક તા.7-4 ના સવારે 10 કલાકે શાળામાં અાયોજન.
વેરાઇ માતાજીનું મંદિર
તા.13-4 ના (અાઠમ)ની હવન બાબતેની મિટીંગ તા.7-4 ના સાંજે 5 કલાકે વેરાઇ માતાજી મંદિર સલાટ ડેલી મધ્યે.
રાવળપીરદાદા સેવા સમિતિ
તા.6-4 ના ચૈત્રી ચંદ્ર નિમિતે વંડી ફળીયા, રાવળપીરદાદની પેડી(મેળો) ઉત્સવ ઉજવવામાં અાવશે. સાંજે 7.30 કલાકે અારતી તેમજ ધાર્મિક પ્રોગ્રામ રાખેલ.
મોમાય માતાજી સ્થાનક
ચૈત્રી નવરાત્રી મહોત્સવ નિમિતે ઘડ/વાડી સ્થાપન તા.6-4 ના નૈવેદ તા.14-4 ના તથા હવનવિધિ તા.15-4 સોમવારના સવારે 8.15 કલાકે શરૂ થશે.
મારૂ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ
તા.7-4 ના સવારે 10.30 કલાકે કંસારા બજાર મધ્યે લગ્નવાડી મધ્યે નવા પ્રમુખની વરણી માટે સામાન્ય સભા રાખેલ.
રાજગોર ઉગાણી પાંખડી સેવા સમિતિ
સંસ્થાની કારોબારીની મિટીંગ તા.6-4 રાત્રે 8.30 કલાકે અાર.ટી.અો. મકાનના 330 મધ્યે ચર્ચા કરવા અને અન્ય પ્રસંગની ચર્ચા કરવા મળશે.
નિ:શુલ્ક અેરોબિક્સ કલાસ
ડેઇલી સાંજે 6 કલાકે સંસ્કારનગર ખાતે સંપર્ક : 9879122870.
હોસ્પિટલના દર્દીઅોને ફ્રુટ વિતરણ
તા.7-4 ના સાંજના 4.45 કલાકે ભુજની જનરલ હોસ્પિટલના દર્દીઅોને દેશીઘીના શીરા અને ફ્રુટનુ વિતરણ કરાશે.
મણિભદ્રવીરદાદા ગ્રુપ
તા.7-4 ના સાંજે 4 થી 5 દરમિયાન ગાયો અને શ્વાનોને લાપસીનું ભોજન અાપવામાં અાવશે.
વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ
અંબાજી ખાતે તા.23-4 ના યોજનાર રાત્રી પુજામાં જનારા ભાવિકોની મિટીંગ તા.7-4 ના સાંજે 5 કલાકે હાટકેશ મંદિર ખાતે.
સંસ્કારનગર રઘુવંશી પરિવાર
તા.6-4 ના શનિવારે બપોરે 12.30 કલાકે રોટરી હોલ સંસ્કારનગર ભુજ મધ્યે સંસ્કારનગરમાં રહેતા રઘુવંશી પરિવાર તેમજ સાશ્વત બ્રાહ્મણનું સમુહપ્રસાદનું અાયોજન.
વિપશ્યના શિબિર
જુના સાધકો માટે એક દિવસીય શિબિર તા. 7/4સવારે 7:30 થી 12:30, ભોજન:-12:30 થી 1:00 દાદાવાડી વરસમેડી નાકા માનવહોટલ વારો રોડ અંજાર સંપર્ક:- 9879519529 કરવો.
જનકલ્યાણ મેડીકલ સોસાયટી
નવનીત કેન્સર રીસર્ચ હોસપિસ અને ડાયાલીસીસ સેન્ટર, માંડવીમાં કેન્સર તથા લોહીના રોગોંના નિષ્ણાંત રાહતદરે નિદાન કરી આપશે સવારે 10થી 1 વાગ્યા સુધી મળી શકશે. તથા E.N.T સર્જન ,કાન,નાક,મ્હો તથા ગળાના રોગોના તથા મ્હો તથા ગળાના કેન્સરના નિષ્ણાત શનિવારે સમય બપોરે 2થી 4 વાગ્યા સુધી મળી શકશે.અમારે ત્યાં આવતા દર્દીઓને 50% રાહત ભાવે દવાઓ
વાલજી પુરસાદાદાની પેડી
તા.7-4 ના પસવાણી(રાજગોર-મોતા) પરિવારના વાલજી પુરસાદાદાની સંયુક્ત પેડી બાગ તા.માંડવી ખાતે પસવાડી ફળિયામાં યોજવામાં અાવશે.
શેઠ ખીમજી રામદાસ કન્યા છાત્રાલય માંડવી
તા.7-4 ના તથા તા.21-4 સવારે 9 થી 12 દરમિયાન માતા-પિતા તથા વિદ્યાર્થીની સાથે સ્થાનિકે રૂબરૂ મળવાનું રહેશે.
માધાપર ગાયત્રી પરિવાર
તા 6 થી 14-4 રામનવમી સુધી ગાૈશાળા તથા તીર્થધામ લાભાર્થે માધાપર તથા અન્ય સ્થળે ધાર્મિક કાર્યક્રમોનું અાયોજન તથા તા.6 ના સવારે 9 તથા તા.7 ના સવારે 10 કલાકે- સાંજે 6 કલાકે કોળીવાસ, બાપા દયાળુનગર, અોધવબાગ-2 મધ્યે.
ગાયત્રી શક્તિપીઠ માધાપર
તા.7-4 ના સવારે 7.30 કલાકે સંસ્કાર સહિત ગાયત્રી યજ્ઞ તથા 9 થી 10.30 કલાકે નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ. તથા તા.8-4 ના સાંજે ગાયત્રી મંત્ર જાપ ગાયત્રી શક્તિપીઠ મધ્યે.
અાશાપુરા શક્તિકરણમિત્ર મંડળ માધાપર
તા.6-4 ના સાંજે 8.30 કલાકે બહેનો દ્વારા સંગીતમય અાનંદનો ગરબો કરવામાં અાવશે. માધાપર ગાયત્રી શક્તિપીઠની સામે બસસ્ટેશન પાસે.
હાડકાના રોગનો નિદાન કેમ્પ
તા.7-4 ના સવારે 9.30 થી 1 સુધી અેન્કરવાલા જનરલ હોસ્પિટલ મુ.મસ્કા તા. માંડવી મધ્યે રાહતદરે હાડકાના રોગનો નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે.
ઉમિયા માતાજી ઇશ્વરરામજી ટ્રસ્ટ વાંઢાય
ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાય ખાતે તા.7-5 ના યોજનાર સમુહલગ્નની પત્રિકા, ભોજન પાસ, કાર્યક્રમ વગેરે વિતરણ તા.7-4 ના સવારે 8 કલાકે વાંઢાય ખાતે.