તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Run A Special Train Connecting Bhuj To Ayodhya And Haridwar Mumbai On Summer Vacation 025127

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળુ વેકેશનમાં ભુજથી અયોધ્યા તેમજ હરિદ્વાર-મુંબઇને જોડતી વિશેષ ટ્રેન દોડાવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાળુ વેકેશનને ધ્યાને લઇ પ્રવાસીઓના સંભવીત ધસારાને પહોંચી વળવા માટે ભુજથી હરિદ્વાર અને અયોધ્યા ઉપરાંત મુ઼બઇને જોડતી વીકલી સુપરફાસ્ટ ટ્રેન દોડાવવા માટે ભુજના સિનીયર સિટીઝન કે.વી.ભાવસારે લેખીત રજુઆત કરી છે. જો આ ટ્રેન શરૂ થાય તો દિલ્હી, જયપુર, અજમેર,મથુરા સહિતના સ્થળોએ જવા માંગતા મુસાફરોની હાલાકી ઘણા અંશે હળવી થાય તેમ છે. લાંબા સમયથી ભુજથી હોલિડે સ્પેશિયલ ટ્રેન રેલવેતંત્રે દોડાવી નથી ત્યારે આ માંગણી ઉકેલવા રજુઆત કરવા સાથે બીએડીપીની ગ્રાન્ટમાંથી છેક નારાયણસરોવર, કોટેશ્વર સુધી રેલવેસેવાનો વ્યાપ વિસ્તરે તેવું આયોજન ઘડવા સુચન કર્યું હતું. આ ઉપરાંત એસ.ટી તંત્રને ભુજથી નાથદ્વારા, મથુરા અને હરિદ્વાર જેવા સ્થળોને સાંકળવા માટે આંતરરાજય વોલ્વો બસ સેવા શરૂ કરવાનું સુચન પણ વિભાગીય નિયામકને પાઠવેલા પત્રમાં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો