તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Rule After Inspection Of The Vehicle39s Chassis Number For The Pacing The Inspector Has To Photograph Him 021517

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમ | પાસીંગ માટે આવેલા વાહનના ચેસીસ નંબર વેરીફાઇ કર્યા બાદ ખુદ ઇન્સ્પેકટરે તેના ફોટા પાડવાના હોય છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી મધ્યે બોગસ પાસીંગ માટેનો ‘ભાસ્કર ટીમ’ દ્વારા સ્ટીંગ ઓપરેશન હાથ ધરાયું હતું. તા. 20ના છકડો-રીક્ષા આદિપુર પોલીસ મથકે ડિટેઇન કરાયું જેથી આદિપુર પોલીસે છકડો-રીક્ષાને ચોકીએ મુકી દીધું હતું. ત્યારબાદ આ જ રીક્ષા નંબરની પ્લેટ અન્ય જુના રીક્ષા પર ચોટાડી ત્યાં લઇ જવાતા ત્યાં ઇન્સ્પેકટરોએ કંઇ જ જોયું નહીં અને છકડો પાસ કરી દીધો હતો.

ભાસ્કર ટીમ દ્વારા ગાંધીધામ આરટીઓમાં ચાલી રહેલા બોગસ પાસીંગનો ભાંડો ફોડવા માટે સ્ટીંગ ઓપરેશન હાથ ધરાયું હતું. તા.20-2ના જીજે 12 એવી 3131 નંબરનો છકડો-રીક્ષા આદિપુર પોલીસ મથકે ડિટેઇન કરાવાયું હતું. પોલીસ કર્મીઓએ ડ્રાઇવરને મેમો આપી નિત્યક્રમ મુજબ રીક્ષા ચોકીએ મુકી દીધો હતો. આ રીક્ષાની પાસીંગ કરાવવા માટે અન્ય રીક્ષા પર ડિટેઇન થયેલા વાહનની નંબર પ્લેટ લગાવી દેવાયા બાદ તા.21-2ના ગુરુવારે ગાંધીધામ આરટીઅો મધ્યે પાસીંગ માટે લઇ જવાયો હતો. ગાંધીધામના ઇન્સ્પેકટર વી. અાર. ચૌધરી પાસે પાસીંગની ડ્યુટી હતી. એસી ચેમ્બરમાં બેસી માત્ર કાગળો પર સહી કરનારા ચૌધરીના ફોલ્ડરો જ વાહનના ફોટા પાડયા હતા, ત્યારે ફોલ્ડરોએ ચેસીસ નંબર કે અન્ય કોઇ ડિટેઇલ વેરીફાઇ કર્યા વગર જ 400 રૂપીયા લઇ ઇન્સ્પેકટર ચૌધરીની આઇડી માંથી ફોટા પાડી વાહનને રવાના કરી દીધા હતા. બાદમાં શુક્રવારે ઇન્સ્પેકટર વી. આર. ચૌધરીની સહી કરાવી ફોલ્ડરે ફીટનેશ સર્ટીફીકેટ આપી હતી. પાસીંગની વિધી પૂર્ણ થયા બાદ શનિવારે આદિપુર કચેરીએ મેમાની રસીદ બતાવી રીક્ષા છુટો કરાવાયો હતો. ગંભીર બેદરકારી બદલ ઇન્સ્પેકટર સામે શું પગલા લેવાય છે તે જોવાનું રહ્યું. આ અંગે આરટીઓ દીલીપ યાદવ સાથે વાત કરવા સંપર્ક કરાયો પણ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

વાહન ડિટેઇન થયું અને પોલીસે ચોકીમાં મુકી દીધું છતાં ગાંધીધામ RTOમાં પાસીંગ થઇ ગયું
આદિપુર પોલીસે જીજે 12 એવી 3131 વાહનને 20મીએ મેમો આપી ચોકીએ મુક્યું, તો 21મીના પાસ થઇ ગયું

ફોટો તો પાડ્યો હતો પણ ચેસીસ નંબર વેરીફાઇ નથી કર્યા : ચૌધરી
પોલીસ ચોકીએ પડેલા વાહનનું પાસીંગ કરી દેનારા ગાંધીધામના ઇન્સ્પેકટર વી. આર. ચૌધરી સાથે વાત કરતા પોતાનો લુલો બચાવ કરતા કહ્યું કે, ગુરુવારે તેમણે પોતાના ફોનમાંથી પોતે જ ફોટા પાડતા હતા પણ ચેસીસ નંબર વેરીફાઇ કર્યા નથી. જો કે, આરટીઓમાં ગુરુવારે પાસીંગ સમયે વાહનોના ફોટો કોઇ ખાનગી ભાડુતી માણસ પાડતો હોવાનું ભાસ્કર ટીમને દેખાયું હતું.

લાંબા સમયથી ડ્યુટી પણ એમની પાસે જ રાખી છે
ગાંધીધામની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી મધ્યે ફરજ બજાવતા વી. આર. ચૌધરી છેલ્લા લાંબા સમયથી વાહન પાસીંગની ડ્યુટી પોતાની પાસે જ રાખી છે. આરટીઓ દીલીપ યાદવના માનીતા ગણાતા આ ઇન્સ્પેકટરે અન્ય કર્મચારીને લાંબા સમયથી ડ્યુટી જ નથી આપી. જો કે, અન્ય ઇન્સ્પેકટરોને પોતાની આઇડીમાંથી વાહનોના ફોટા પાડવા મોકલી દેતા હોય છે, પણ ડ્યુટી તો પોતાની જ પાસે રાખેલી છે.

શું છે પાસીંગનો નિયમ
વાહનમાં રેડીયમ-મીટર લાગેલા છે કે નહીં તે જોવાનું હોય છે.

ઇન્સ્પેકટરે વાહનના ચેસીસ નંબર વાહન માલિક પાસે રહેલી રસીદમાં વેરીફાઇ કરવાના હોય છે.

ખુદ ઇન્સ્પેકટરે પોતાની IDમાંથી વાહનના ફોટા પાડવાના હોય છે.

વાહન અન્ય જગ્યાએ પડયું હોય તો સ્પેશિયલ ઇન્સ્પેકશનના પૈસા ભરી ત્યાં જઇ ફોટા પાડવાના હોય છે.

ખરેખર શું થયું ?
વાહનમાં રેડીયમ-મીટર લાગેલા છે કે નહીં તે કોઇએ જોયું જ નહીં.

ઇન્સ્પેકટર ગ્રાઉન્ડમાં આવ્યા જ નહીં, તેમના ભાડુતી માણસો ચેસીસ નંબર પણ વેરીફાઇ ન કર્યા.

ભાડુતી માણસોએ ઇન્સ્પેકટરની IDમાંથી ફોટા પાડી લીધા.

ઇન્સ્પેકટરે છેલ્લે સુધી વાહન જોયું જ નહીં અને ભાડુતી ફોલ્ડરે 400 રૂપીયા લઇ ઇન્સ્પેકટરની સહી લીધા બાદ પાસીંગ સર્ટીફીકેટ આપી દીધું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો