RTOની ટીમે લોકડાઉન વચ્ચે ટ્રાન્સપોર્ટ વાહનોનું ચેકિંગ ધર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં લોકડાઉન જાહેર થયા બાદ અમુક જીવન જરૂરીયાત વસ્તુની હેરફેર માટે સરકાર દ્વારા છુટછાટ અપાઇ છે. અનાજ તેમજ દુધના વાહનો રોડ પર દોડતા દેખાય છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન વાહનોનું ચેકિંગ ભુજની આરટીઓ દ્વારા કરાયું હતું. વહીવટી તંત્ર દ્વારા અપાયેલી પાસ તેમજ વાહનના કાગળો અને સવારી કરતા માણસોની માહિતી મેળવાઇ હતી.

શેખપીર દરગાહ પાસે પોલીસ તંત્ર દ્વારા ટુ અને ફોર વ્હીલરથી નીકળતા વાહનોનુ ચેકિંગ કરાય છે ત્યારે સરકાર દ્વારા જીવનજરૂરીયાત વસ્તુઓની હેરફેર માટે છુટ અપાઇ છે. આ ટ્રાન્સપોર્ટ વાહનોની ચેકિંગ ભુજની આરટીઓ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ અંગે ઇન્સ્પેકટર એન. જી. પટેલે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશન વાહનોને તંત્ર દ્વારા અપાયેલી પાસ તેમજ વાહનમાં કોઇ અન્ય શંકાસ્પદ લોકો મુસાફરી નથી કરતા ને ? તેની ચેકિંગ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...