હિલગાર્ડનથી એરપોર્ટ સુધીના રોડની લાઇટો બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની ભાગોળે આવેલા હીલગાર્ડનથી એરપોર્ટ સુધીના રસ્તા પર નખાયેલી રોડ લાઇટો બંધ હાલતમાં હોતા રાત્રે અંધારપટ છવાઇ જાય છે. અમુક રોડ લાઇટો ચાલુ હાલતમાં છે તો અમુક બંધ પડી હોવાના લીધે શહેરીજનોને રાત્રે ત્યાંથી પસાર થતા વિચાર કરવું પડે છે.

હીલગાર્ડનથી એરપોર્ટ સુધીના રસ્તા પર ફુટપાથની વચ્ચે રોડલાઇટો નખાઇ છે, નવી હોટલો બની છે ત્યાં છુટી છવાઇ રોડલાઇટો ચાલુ છે બાકીની તમામ લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રે અંધારપટ છવાઇ જાય છે. કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા રોડલાઇટો ચાલુ થાય તેવી લોકમાંગણી ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...